સુરતમાં કુટણખાનાઓ પર પોલીસની લાલ આંખ

Featured Video Play Icon
Spread the love

સુરતમાં કુટણખાનાઓ પર પોલીસની લાલ આંખ
પુણા પોલીસે માતૃશક્તિ સોસાયટીમાં દરોડો પાડ્યો
મકાનમાંથી કુટણખાનું ઝડપી પાડ્યું, 3 મહિલાઓને મુક્ત કરાવી

સુરતમાં ચાલતા કુટણખાનાઓ પર પોલીસ લાલ આંખ કરી બેઠી છે ત્યારે પુણા પોલીસ માતૃશક્તિ સોસાયટી વિભાગ-સીના મકાનમાં દરોડા પાડી કુટણખાનુ ઝડપી પાડી ત્રણ લલનાઓને મુક્ત કરાવી ગ્રાહકો સહિત ચારની અટકાયત કરી હતી.

સુરતમાં પુણા વિસ્તારમાં આવેલી માતૃશક્તિ સોસાયટી વિભાગ-સીમાં એક મકાનમાં કથિત રીતે કુટણખાનું ચાલતું હોવાની માહિતી મળતા પુણા પોલીસે દરોડા પાડ્યા હતાં. ભુપત ગાધકડાના ઘરમાં પોલીસે પાડેલા દરોડામાં ચાર લલનાઓને મુક્ત કરાવી હતી. જ્યારે ગ્રાહકો સહિત ચારની પોલીસે ધરપકડ કરી તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *