સુરત રેલવે પોલીસે ચોરીના મોબાઈલ સાથે રીઢા ચોરને ઝડપી પાડ્યો
સુરત રેલવે સ્ટેશન પરથી ચોરીના મોબાઈલ સાથે આરોપી ઝડપાયો
રેલવે પોલીસે આરોપી પાસેથી ચોરીનો મુદ્દામાલ કબજે કર્યો
સુરત રેલ્વે પોલીસે સુરત રેલ્વે સ્ટેશન પરથી ચોરીના મોબાઈલ સાથે રીઢા ચોરને ઝડપી પાડી મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
સુરત રેલ્વે સ્ટેશન પર ઉચ્ચ અધિકારીઓની સુચનાને લઈ રેલ્વે સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે રેલ્વે પોલીસની અલગ અલગ ટીમોમાંથી એક ટીમને સુરત રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 2 પર એક ઈસમ શંકાસ્પદ લાગતા તેને આંતરી ઝડતી લેતા તેની પાસેથી છ જેટલા મોંઘાદાટ મોબાઈલ મળી આવ્યા હતા જેથી તેને પોલીસ મથકેલઈ જઈ તપાસ કરતા તેણે પોતાનુ નામ શિવમકુમાર મંડલ હોવાનુ અને તેની પાસેના મોબાઈલ ચોરીના હોવાની કબુલાત કરતા રેલ્વે પોલીસે રીઢા પાસેથી 1.7 લાખની કિંમતના છ મોંઘાદાટ મોબાઈલ કબ્જે કરી તેની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
