ડિંડોલી પોલીસે રીઢા વાહનચોરને ઝડપી પાડ્યો
વાહનચોરીનો ભેદ ઉકેલાયો, 5 ચોરાયેલા વાહનો કબ્જે
ડિંડોલી પોલીસની કાર્યવાહી, વાહનચોરને કાયદાનું ભાન કરાવ્યું
સુરતની ડિંડોલી પોલીસે શહેરના જુદાજુદા વિસ્તારોમાંથી વાહનોની ચોરી કરનાર રીઢા ચોરને ઝડપી પાડી પાંચ જેટલા ચોરાયેલા વાહનો કબ્જે લઈ તેને કાયદાનુ ભાન કરાવાયુ હતું.
સુરતમાં છેલ્લા કેટલાક સમયથી કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે ત્યારે સુરત પોલીસ હાલ પેટ્રોલિંગ અને કોમ્બિંગ વધારી રહી છે ત્યારે સુરતની ડિંડોલી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે સુરતના જુદાજુદા પોલીસ મથક વિસ્તારમાંથી વાહનોની ચોરી કરનાર રીઢા ચોર રણજીત ઉર્ફે રંજુ શ્રીરામ બૈરમને ઝડપી પાડી તેની પાસેથી ચોરાયેલા પાંચ વાહનો કબ્જે લઈ પુણા પોલીસ મથકના ત્રણ ગુનાના ભેદ ઉકેલી કાઢ્યા હતાં. હાલ પોલીસે રીઢાની વધુ પુછપરછ હાથ ધરી છે.
