સુરતના મોટા વરાછામાં નશામાં ધૂત કાર ચાલક
કાર ચાલકે બેફામ ડ્રાઇવિંગ કરીને અકસ્માત સર્જતા ભારે હોબાળો
કાર ચાલકે પસાર થઈ રહેલા વાહનને જોરદાર ટક્કર મારી
સુરતના મોટા વરાછામાં નશામાં ધૂત કાર ચાલકે બેફામ ડ્રાઇવિંગ કરીને અકસ્માત સર્જતા ભારે હોબાળો મચ્યો હતો. આઈટી પાર્ક સામેના મુખ્ય માર્ગ પર કાર ચાલકે પસાર થઈ રહેલા વાહનને જોરદાર ટક્કર મારી હતી.
સુરતમાં બેફામ કાર ચાલકો વારંવાર અકસ્માતની ઘટનાઓને અંજામ આપી રહ્યા છે ત્યારે મોટા વરાછામાં આઈટી પાર્ક સામેના મુખ્ય માર્ગ પર બેફામ કારચાલકે અકસ્માત સર્જતા ચકચાર મચી ગઈ હતી. મળતી માહિતી મુજબ કારચાલક કિશન ચુડાસમા નામનો યુવક દારૂના નશામાં ધૂત હાલતમાં કાર હંકારી રહ્યો હતો. નશામાં ભાન ભૂલેલા ચાલકે માર્ગ પરથી પસાર થઈ રહેલા વાહનને જોરદાર ટક્કર મારી હતી. અકસ્મતે બાદ સ્થાનિક લોકો ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા. નશામાં ધૂત કાર ચાલકને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને લોકોએ તેને માર માર્યો હતો. ઘટનાની જાણ થતાં જ ઉત્રાણ પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. લોકોએ માર મારવાના કારણે ઈજાગ્રસ્ત થયેલા કારચાલકને પ્રાથમિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં સારવાર બાદ પોલીસે કિશન ચુડાસમાની અટકાયત કરી હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે ઉત્રાણ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
