સુરતના સચિન જીઆઈડીસી ખાતે કામદારનુ મોત

Featured Video Play Icon
Spread the love

સુરતના સચિન જીઆઈડીસી ખાતે કામદારનુ મોત
એલ્યુમિનિયમ કંપનીમાં રાત્રિના સમયે ત્રીજા માળેથી નીચે પટકાતા મૌત
મૃતક યુવક ત્રણ બહેનોનો એકમાત્ર ભાઈ

સુરતના સચિન જીઆઈડીસી ખાતે આવેલ એલ્યુમિનિયમ કંપનીમાં રાત્રિના સમયે ત્રીજા માળેથી નીચે પટકાતા એક કામદારનુ મોત નિપજ્યુ હતું. તો મૃતક યુવક ત્રણ બહેનોનો એકમાત્ર ભાઈ હોય રક્ષાબંધન પહેલાં જ ભાઈના મોતથી બહેનોની રાખડી અધૂરી રહી ગઈ છે.

સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં આવેલી એલ્યુમિનિયમ કંપનીમાં રાત્રિના સમયે દુર્ઘટના સર્જાઈ હતી. કંપનીના ત્રીજા માળેથી નીચે પટકાતા રવિન્દ્ર રમેશ પાડવી નામના યુવકને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ત્યારબાદ યુવાનને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયો હતો, જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. મૃતક રવિન્દ્ર મૂળ મહારાષ્ટ્રનો વતની હતો અને સચિન જીઆઈડીસી વિસ્તારમાં રહેતો હતો.

ઘટનાની જાણ થતાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સુરત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. સૌથી કરૂણ વાત એ છે કે રવિન્દ્ર ત્રણ બહેનોના એકમાત્ર ભાઈ હતો. રક્ષાબંધનના પર્વ પહેલાં જ ભાઈનું મોત થતાં બહેનો અને પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. હાલ તો પરિવારજનોએ સમગ્ર મામલે યોગ્ય તપાસ સાથે યોગ્ય વળતર અને ન્યાયની માંગ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *