મુંજલાવ બોધાનની વાવ્યા ખાડીમાં પાણી ફરી વળતાં માર્ગ બંધ
વાહન ચાલકોને બારડોલી જવા લાંબો ચકરાવો
ઇંધણ અને સમયનો બગાડ થતા વાહન ચાલકો મુશ્કેલી
સુરત જિલ્લાના માંડવી તાલુકામાં હાલમાં મેઘરાજા સતત વરસી રહ્યા છે જેને પગલે ઉપરવાસમાંથી મોટી માત્રામાં વાવ્યા ખાડીમાં પાણીની આવક વધતા રસ્તા પર ફરી વળતા મુંજલાવથી બૌધાનને જોડતો મુખ્ય વાહનવ્યવહાર બંધ કરવાનીફરજ પડી છે.
જેના કારણે સ્થાનિક ગ્રામજનો અને દૈનિક અપ-ડાઉન કરતાં વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. બૌધાન અને આસપાસના ગામોમાં જવા માટે વાહનચાલકોએ હવે બારડોલી જવા લાંબો ચકરાવો કાપીને જવું પડી રહ્યું છે. તંત્રએ લોકોને જોખમી પાણીમાંથી પસાર ન થવા અપીલ કરી હતી.
