નવસારી જિલ્લા અને ઉપરવાસમાં સતત ભારે વરસાદ

Featured Video Play Icon
Spread the love

નવસારી જિલ્લા અને ઉપરવાસમાં સતત ભારે વરસાદ
અંબિકા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ
અનેક ઘરોમાં પૂરનું પાણી ઘૂસી જતાં સ્થાનિકોને ભારે હાલાકી

નવસારી જિલ્લા અને ઉપરવાસમાં સતત વરસી રહેલા ભારે વરસાદને કારણે બીલીમોરા શહેર નજીકથી પસાર થતી અંબિકા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે. નદીનું જળસ્તર સતત વધતાં બીલીમોરાના માછીવાડ અને વાડિયા વિસ્તારો પાણીમાં ગરકાવ બન્યા છે. અનેક ઘરોમાં પૂરનું પાણી ઘૂસી જતાં સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

માછીવાડ વિસ્તારમાં અચાનક પાણીનું સ્તર વધતાં એક વૃદ્ધ પોતાના ઘરના ઉપરના માળે ફસાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં બીલીમોરા નગરપાલિકાના ફાયર ચેરમેન અંકિત ટંડેલ અને તેમની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ટીમે સફળ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી વૃદ્ધને સુરક્ષિત સ્થળે ખસેડ્યા હતા. ભારે વરસાદ અને પૂર જેવી સ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોના લોકોને સતર્ક રહેવા અને જરૂર પડ્યે સલામત સ્થળે ખસેડાવા અપીલ કરવામાં આવી છે….ઉમેશ સોની નવસારી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *