સુરતના વરાછા બ્રિજ પર ચાલુ રિક્ષાનું અચાનક વ્હીલ નીકળ્યું

Featured Video Play Icon
Spread the love

સુરતના વરાછા બ્રિજ પર ચાલુ રિક્ષાનું અચાનક વ્હીલ નીકળ્યું
રિક્ષા ડિવાઈડર પર ચડી પલટી મારી જતા એક મુસાફર ઈજાગ્રસ્ત
મોટી દુર્ઘટના ન સર્જાતા હાશકારો અનુભવાયો

સુરતના વરાછા બ્રિજ પર ચાલુ રિક્ષાનું અચાનક વ્હીલ નીકળી જતાં રિક્ષા ડિવાઈડર પર ચડી પલટી મારી જતા એક મુસાફર ઈજાગ્રસ્ત થયો હતો જો કે સદનસીબે કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ ન હતી.

સુરતના વરાછા બ્રિજ પર યશ પ્લાઝા નજીક એક રિક્ષા પૂરઝડપે પસાર થઈ રહી હતી ત્યારે અચાનક તેનું આગળનું વ્હીલ નીકળી ગયું હતું. વ્હીલ નીકળી જતાં રિક્ષા બેકાબૂ બની ડિવાઈડર પર ચડી પલટી મારી હતી. અકસ્માતમાં રિક્ષામાં સવાર એક મુસાફરને ઈજા પહોંચી હતી. ઘટનાની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સની ટીમ સ્થળ પર પહોંચી ઈજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો હતો. તો અકસ્માતને પગલે બ્રિજ પર થોડા સમય માટે ટ્રાફિક પ્રભાવિત થયો હતો અને મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. જો કે કોઈ મોટી દુર્ઘટના ન સર્જાતા હાશકારો અનુભવાયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *