નવસારીમાં મેઘરાજાની તોફાની બેટિંગ

Featured Video Play Icon
Spread the love

નવસારીમાં મેઘરાજાની તોફાની બેટિંગ
નીચાણવાળા વિસ્તારો પાણી-પાણી થઈ ગયા
રિટેલ શાકભાજી માર્કેટમાં ઘૂંટણસમા પાણી

નવસારીમાં મેઘરાજાની તોફાની બેટિંગના કારણે શહેરના નીચાણવાળા વિસ્તારો પાણી-પાણી થઈ ગયા છે. ખાસ કરીને નવસારી શહેરની સૌથી મોટી રિટેલ શાકભાજી માર્કેટમાં ઘૂંટણસમા પાણી ભરાઈ જતાં સમગ્ર માર્કેટ તળાવમાં ફેરવાઈ ગયું છે. શાકભાજી માર્કેટમાં પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાને કારણે અહીં ભારે વોટર લોગિંગની સમસ્યા સર્જાઈ છે.

​નોંધનીય છે કે, આ શાકભાજી માર્કેટ નવસારી મહાનગરપાલિકાની બિલકુલ બાજુમાં આવેલું છે. પાલિકાની નાકની નીચે જ જો શાકભાજી માર્કેટ જળબંબોળ થઈ જતું હોય, તો શહેરના અન્ય વિસ્તારોની સ્થિતિ કેવી હશે તેનો અંદાજ સહેજે લગાવી શકાય છે. ​માર્કેટમાં પાણી ભરાઈ જવાના કારણે રોજનું લાવીને રોજ ખાતા અને નાના વેપારીઓને માલ બગડી જતાં મોટી આર્થિક ખોટ સહન કરવાનો વારો આવ્યો છે. બીજી તરફ, નવસારી શહેર અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાંથી શાકભાજી ખરીદવા આવતા લોકોએ પાણી ભરાવાને કારણે આજે બજારમાં જવાનું ટાળ્યું હતું, જેના લીધે બજારમાં સન્નાટો જોવા મળ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *