સુરત પોલીસ નાર્કોટીક્સની બદીને નેસ્ત નાબુદ કરવા મેદાને

Featured Video Play Icon
Spread the love

સુરત પોલીસ નાર્કોટીક્સની બદીને નેસ્ત નાબુદ કરવા મેદાને
મુબઈથી સુરતમાં ઘુસાડાતુ એમડી ડ્રગ્સ સાથે ત્રણને ઝડપી પાડ્યા
1.57 લાખની કિંમતનો એમડી ડ્રગ્સ મળી ઝડપ્યો

સુરત પોલીસ નાર્કોટીક્સની બદીને નેસ્ત નાબુદ કરવા મેદાને છે ત્યારે મુંબઈથી સુરતમાં ઘુસાડાતુ એમડી ડ્રગ્સ સાથે ત્રણને એસઓજીની ટીમે ઝડપી પાડ્યા હતાં.

સુરતમાં નાર્કોટીક્સની બદીને નેસ્ત નાબુદ કરવા માટે સુરત પોલીસ સતત કામગીરી કરી રહી છે ત્યારે સુરત એસઓજીની ડીસીપી નકુમ ની સુચનાને લઈ પેટ્રોલિંગમાં હતી ત્યારે એએસઆઈ ઈમ્તીયાઝ અને હેકો જગશીભાઈને મળેલી બાતમી મળી હતી કે મુંબઈથી કારમાં એમડી ડ્રગ્સ ઘુસાડવામાં આવી રહ્યો છે જે માહિતીના આધારે એસઓજીની ટીમે કપ્લેથા ચેકપોસ્ટ પાસે વોચ ગોઠવી હતી અને ત્યાંથી પસાર થતી શંકાસ્પદ કારને આંતરી કારમાં સવાર ત્રણની અટકાયત કરી ઝડતી લેતા 1.57 લાખની કિંમતનો એમડી ડ્રગ્સ મળી આવતા પોલીસે એમડી ડ્રગ્સ, કાર અને અન્ય મત્તા મળી 8 લાખ 60 હજારથી વધુની મત્તા કબ્જે કરી ત્રણ આરોપીઓ દાનીશ શેખ કુરેશી, જહીર સૈયદ અને મનોજ શ્રાવણ ચૌધરીની ધરપકડ કરી ત્રણેય વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *