પાલ પોલીસની સમયસૂચક કામગીરી,
કોલ લેટર ગુમાવનાર પરીક્ષાર્થીને પોલીસનો સહારો
સરકારી વાહનમાં પોલીસ સ્ટેશને લાવી ડુપ્લિકેટ કોલ લેટર કઢાવ્યું
વિદ્યાર્થીને સમયસર પરીક્ષા કેન્દ્રે પહોંચાડાયો
સુરતની પાલ પોલીસની સમયસૂચક કામગીરી સામે આવી છે જેમાં કોલ લેટર ગુમાવનાર વિદ્યાર્થીને તાત્કાલિક મદદ કરી સરકારી વાહનમાં પોલીસ સ્ટેશને લાવી ડુપ્લિકેટ કોલ લેટર કાઢી પરીક્ષા કેન્દ્રે પહોંચાડ્યો હતો.
સુરતના પાલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં માનવતાભરી પોલીસ કામગીરીનો વધુ એક દાખલો સામે આવ્યો છે. ભૂલકા વિહાર સ્કૂલે પરીક્ષા આપવા આવતા એક વિદ્યાર્થીનું કોલ લેટર રસ્તામાં પડી જતાં તે મુશ્કેલીમાં મુકાયો હતો. ઘટનાની જાણ થતાં પાલ પોલીસે વિદ્યાર્થીને સરકારી વાહનમાં પોલીસ સ્ટેશને લાવી તેના મોબાઈલમાં રહેલી કોલ લેટરની કોપી પરથી ડુપ્લિકેટ કોલ લેટર કાઢી આપ્યું અને ત્યારબાદ તેને સમયસર સરકારી વાહનમાં પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડી દેતા વિદ્યાર્થીની પરીક્ષા બચી ગઈ હતી.
