સુરતમાં લિફ્ટ ખોટકાવાની ઘટનાઓ યથાવત

Featured Video Play Icon
Spread the love

સુરતમાં લિફ્ટ ખોટકાવાની ઘટનાઓ યથાવત
વેસુના ગેલોપીન કોમ્પલેક્ષની બેઝમેન્ટમાં આવેલી લિફ્ટ અચાનક બંધ
7 વર્ષના બાળક સહિત 5 લોકો અંદર ફસાઈ જતા રેસ્ક્યુ

સુરતમાં લિફ્ટ ખોટકાવાની ઘટનાઓ યથાવત હોય તેમ વેસુના ગેલોપીન કોમ્પલેક્ષની બેઝમેન્ટમાં આવેલી લિફ્ટ અચાનક બંધ પડી જતા 7 વર્ષના બાળક સહિત 5 લોકો અંદર ફસાઈ જતા ફાયરે રેસ્ક્યુ કરી તમામને બહાર કાઢ્યા હતાં.

સુરતના વેસુ વિસ્તારમાં આવેલા ગેલોપીન કોમ્પલેક્ષમાં લિફ્ટ ખોટકાતા 7 વર્ષના બાળક સહિત કુલ 5 લોકો અંદર ફસાઈ ગયા હતા. લિફ્ટ બેઝમેન્ટમાં જ અટકી જતાં અંદર રહેલા લોકો ગભરાઈ ગયા હતા. ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. અને ફાયર વિભાગના જવાનોએ મશીનની મદદથી લિફ્ટનો દરવાજો પહોળો કરી રેસ્ક્યુ કામગીરી હાથ ધરી હતી. ભારે જહેમત બાદ અંદર ફસાયેલા તમામ 5 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. સદનસીબે સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ કે ઇજા થઈ નથી. બાળક સહિત તમામ લોકોને સલામત રીતે બહાર કાઢાતા પરિવારજનો અને સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *