સુરતના વરાછાની એસબીઆઈ બેંકમાં લૂંટના આરોપી ઉપર ફાયરિંગ

Featured Video Play Icon
Spread the love

સુરતના વરાછાની એસબીઆઈ બેંકમાં લૂંટના આરોપી ઉપર ફાયરિંગ
લુંટારૂને રિ-કન્સ્ટ્રક્શન માટે પોલીસ કુડસદ ગામ લઈ ગયા હતા
આરોપી શુભમને પગમાં ગોળી વાગતા ઈજાગ્રસ્ત

સુરતના વરાછાની એસબીઆઈ બેંકમાં થયેલી 50 લાખની લુંટમાં ઝડપાયેલા લુંટારૂને રિ-કન્સ્ટ્રક્શન માટે પોલીસ કુડસદ ગામ લઈ ગઈ ત્યાં આરોપીએ સંતાડેલી બંદુકથી પોલીસ પર ફાયરિંગ કરતા એસીપી કિરણ મોદીએ વળતુ ફાયરિંગ કરતા આરોપી શુભમને પગમાં ગોળી વાગતા ઈજાગ્રસ્ત થતા હોસ્પિટલે ખસેડાયો હતો.

સુરતની એસબીઆઈ બેંકમાં થયેલી 50 લાખની લૂંટના કેસમાં ક્રાઇમ બ્રાન્ચે મોટી કાર્યવાહી કરી છે. આ ઓપરેશન દરમિયાન મુખ્ય આરોપી શુભમે પોલીસ પર ફાયરિંગ કરવાનો પ્રયાસ કરતા, સ્વબચાવમાં એસીપી કિરણ મોદી દ્વારા વળતું ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ ઘટના સુરતના ગ્રામ્ય વિસ્તારના ફૂરસદ ગામ પાસે બની હતી, જેમાં આરોપી શુભમને પગના ભાગે ગોળી વાગતા તે ઈજાગ્રસ્ત થયો છે. હાલ પોલીસ પ્રોટેક્શન હેઠળ આરોપીને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ લાવવામાં આવી રહ્યો છે. રિકન્સ્ટ્રક્શન દરમિયાન આરોપી શુભમે લૂંટ સમયે જે ગનનો ઉપોયગ કર્યો હતો તે ગન જે સ્થળે છુપાવી હતી તે લેવા ગયા હતા.

છુપાવેલિ ગનથી શુભમે ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ પર ફાયરિંગ કરવાનો પ્રયાસ કર્યો હતો. જેને પગલે એસીપી કિરણ મોદી દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જેમાં શુભમને પગમાં ગોળી મારી હતી. આરોપીને હાલ સુરત સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *