સુરતમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ પર તરાપ
વરાછામાં એસબીઆઈ બેંકમાં દિન દહાડે પિસ્ટોલ સાથે ઘુસ્યા લુંટારૂ
લુંટારૂઓ 50 લાખની લુંટ કરી ભાગી છુટ્યા
સુરતમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ પર તરાપ લાગી હોય તેમ વરાછામાં આવેલી એસબીઆઈ બેંકમાં દિન દહાડે પિસ્ટોલ સાથે ઘુસેલા લુંટારૂઓ 50 લાખની લુંટ કરી ભાગી છુટ્યા હતાં. બેંક કર્મચારીઓને બંધક બનાવી ચલાવાયેલી લુંટની ઘટના સીસીટીવીમાં કેદ થતા પોલીસે શહેરભરમાં નાકાબંધી કરી આરોપીઓને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા છે.
સુરતના વરાછા વિસ્તારમાં આજરોજ દિવસના સમયે મોટી લૂંટની ઘટના સામે આવતા ભારે ચકચાર મચી ગઈ છે. વરાછા સ્થિત સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા એટલે કે એસબીઆઈની શાખામાં પાંચ હથિયારધારી લૂંટારુઓએ ઘૂસીને અંદાજે 50 લાખ રૂપિયાની લૂંટ ચલાવી છે. આરોપીઓ પાસે પિસ્તોલ હતી. આ ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો છે. બેંકમાં પિસ્ટોલ સાથે ઘુસેલા લુંટારૂઓએ બેંક કર્મચારીઓને બંધક બનાવી બેંકમાંથી 50 લાખથી વધુની લુંટ કરી હતી. તો લુંટારૂઓ સીસીટીવીમાં કેદ થયા હોય બનાવની જાણ થતા જ વરાછા પોલીસ સાથે ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળે દોડી ગયા હતા અને પોલીસે શહેરભરમાં નાકાબંધી કરી લુંટારૂઓને ઝડપી પાડવા માટે ચક્રોગતિમાન હાથ ધર્યા છે.
