ગુજરાતમાં એક તરફ ઉકળાટભરી ગરમીમેં ચૂંટણી પ્રચારનો અંતિમ દિવસ

Featured Video Play Icon
Spread the love

ગુજરાતમાં એક તરફ ઉકળાટભરી ગરમીમેં ચૂંટણી પ્રચારનો અંતિમ દિવસ
નવસારી શહેરમાં રાજકીય ચહલપહલ તેજ બની
ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો એડીચોટીનું જોર લગાવ્યું

ગુજરાતમાં એક તરફ ઉકળાટભરી ગરમી છે તો બીજી તરફ રાજકીય તાપમાન પણ ચરમસીમાએ પહોંચી ગયું છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચારનો આજે અંતિમ દિવસ હોવાથી નવસારી શહેરમાં રાજકીય ચહલપહલ તેજ બની છે. પ્રચારના છેલ્લાં દિવસે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે.

નવસારી મહાનગરપાલિકાના વોર્ડ નંબર ૯માં ભાજપે ભવ્ય બાઈક રેલી યોજીને શક્તિ પ્રદર્શન કર્યું હતું. વિજલપોર વિસ્તારમાં યોજાયેલી આ રેલી દરમિયાન ભાજપના કાર્યકરો અને સમર્થકો મોટી સંખ્યામાં જોડાયા હતા. રોડ શો અને બાઈક રેલી દ્વારા મતદારો સુધી પહોંચવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને પક્ષના ઉમેદવારો માટે જનસમર્થન મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ બાઈક રેલીથી વિસ્તારમાં ચૂંટણીનો માહોલ વધુ ગરમાયો છે અને મતદારોનું ધ્યાન ખેંચવામાં ભાજપ સફળ રહેવાનો દાવો કરી રહ્યું છે. પ્રચારના અંતિમ દિવસે બંને મુખ્ય પક્ષો દ્વારા કરવામાં આવી રહેલી તીવ્ર પ્રવૃત્તિઓને કારણે શહેરમાં રાજકીય ગરમાવો સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે. શહેરમાં “ભાજપને લોકોનું અભૂતપૂર્વ જનસમર્થન મળી રહ્યું છે. અત્યાર સુધીના ચૂંટણી પ્રચારમાં જનતાનો જે પ્રતિસાદ મળ્યો છે તેનાથી સ્પષ્ટ છે કે ભાજપના ઉમેદવારો જંગી બહુમતીથી જીતશે.” આમ આજે સાંજે જાહેર પ્રચાર પૂર્ણ થયા બાદ તમામ પક્ષોના  ઉમેદવારો ‘ખાટલા બેઠકો’ દ્વારા મતદારો સાથે સીધો સંપર્ક સાધશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *