ગુજરાત એટીએસએ ઝડપ્યા બે આતંકવાદી
આતંકવાદી ISIS ના સહારે કરવાના હતા મોટો હુમલો
દેશમાં ‘ગઝવા-એ-હિંદ’ની સ્થાપના કરવાના મનસૂબા સાથે ઘુસ્યા
ગુજરાત એટીએસ દ્વારા બે એવા આરોપીઓની ધરપકડ કરી છે કે જેઓ ગજવા એ હિંદ પ્રયાસ કરી રહ્યા હતા.
ગુજરાત એટીએસ દ્વારા પકડાયેલા આ આરોપીઓ સમગ્ર દેશમાં ‘ગઝવા-એ-હિંદ’ની સ્થાપના કરવાના મનસૂબા સાથે ભારત સરકાર સામે સશસ્ત્ર બળવો કરવાની તૈયારી કરી હતી. એટીએસની ટીમ દ્વારા એક શખ્સની પાટણના સિદ્ધપુરથી અને બીજાની મુંબઈથી ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓની પૂછપરછમાં અને તેમની મોબાઈલની તપાસ દરમિયાન ચોંકાવનારા ખુલાસા થયા છે. બંને દેશના રાજકીય નેતાઓને નિશાન બનાવવા માંગતા હતા. આરોપીઓ પાકિસ્તાન અને અફઘાનિસ્તાનથી હથિયારો મંગાવવાનું અને આતંકી પ્રવૃત્તિઓ માટે ફંડ એકઠું કરવાનું આયોજન કરી રહ્યા હતા. તેઓ RDX અને અન્ય બોમ્બ બનાવવાની ટ્રેનિંગ લેવાની ફિરાકમાં હતા.આ બંને યુવકો ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ મારફતે ISIS જેવા આતંકી સંગઠનોના સંપર્કમાં હોવાનું ખૂલ્યું છે.
જરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડએ દેશ વિરુદ્ધ ચાલી રહેલા એક મોટા ષડયંત્રને નિષ્ફળ બનાવ્યું છે. સોશિયલ મીડિયા પર બાજ નજર રાખી રહેલી એજન્સીએ ઇસ્લામિક કટ્ટરપંથી વિચારધારા ફેલાવતા અને ભારતમાં ગઝવા-એ-હિંદ સ્થાપિત કરવાની નેમ રાખતા બે યુવકોની ધરપકડ કરી છે. ATS એ બાતમીના આધારે બે અલગ-અલગ શહેરોમાંથી આ કટ્ટરપંથીઓને દબોચી લીધા છે. જેમાં 22 વર્ષીય ઇરફાન કાલેખાન પઠાણ જે પાટણ જિલ્લાના સિદ્ધપુરનો રહેવાસી છે અને 21 વર્ષીય મુરશીદ ઝાહીદઅખતર શેખ જે મુંબઈના સાકીનાકા વિસ્તારમાં ચિકન બિરયાનીની હોટલ ચલાવે છે. પૂછપરછ અને મોબાઈલ ફોનની તપાસમાં જે વિગતો સામે આવી છે તે ચોંકાવનારી છે. તેઓ દેશના રાજકીય નેતાઓ અને RSS સાથે સંકળાયેલા લોકોને નિશાન બનાવવા માંગતા હતા. આરોપીઓ પાકિસ્તાન અને અફઘાનિસ્તાનથી હથિયારો મંગાવવાનું અને આતંકી પ્રવૃત્તિઓ માટે ફંડ એકઠું કરવાનું આયોજન કરી રહ્યા હતા….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
