ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીનો માહોલ ગરમાયો
મહિલા આરક્ષણ બિલના મુદ્દે ભ્રામક પ્રચાર
કોંગ્રેસ અને વિપક્ષો પર દોષનો ટોપલો
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીનો માહોલ ગરમાયો છે ત્યારે કેન્દ્રીય ભાજપ સરકાર દ્વારા હાલમાં મહિલા આરક્ષણ બિલના મુદ્દે ભ્રામક પ્રચાર કરાઈ રહ્યુ હોવાનુ કોંગ્રેસ દ્વારા જણાવી પત્રકાર પરિષદનુ આયોજન કરાયુ હતું. જેમાં ભાજપ પર આકરા પ્રહારો કરાયા હતાં.
ગુજરાતમાં અને ખાસ કરીને સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં મતદારોનો મિજાજ બદલાઈ રહ્યો હોય તેમ લાગી રહ્યુ છે. ત્યારે હાલમાં જ કેન્દ્ર સરકાર દ્વારા સંસદમાં મહિલા આરક્ષણ બિલ રજુ કરાયો હતો જે નામંજુર કરાતા ભાજપ દ્વારા આ મામલે કોંગ્રેસ અને વિપક્ષો પર દોષનો ટોપલો ઢોળાઈ રહ્યો છે. ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી માટે સુરત આવેલા એઆઈસીસીના રાષ્ટ્રીય પ્રવક્તા પ્રાધ્યાપક ડો. ચયનિકા ઉનિયાલએ પત્રકાર પરિષદ યોજી કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા મહિલા આરક્ષણ બિલના મુદ્દે ફેલાવવામાં આવી રહેલા ભ્રામક પ્રચારને ખુલ્લું પાડ્યુ હતું. અને ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતાં.
