બોટાદ ગઢડાના વિંછીયા પરામાં બે કોમ વચ્ચે બબાલ

Featured Video Play Icon
Spread the love

બોટાદ ગઢડાના વિંછીયા પરામાં બે કોમ વચ્ચે બબાલ
પશુને માર મારવાના મુદ્દે બે જૂથો વચ્ચે અથડામણ
બોટાદ એસપી, ડીવાયએસપી, એલસીબી અને એસઓજી સહિતનો કાફલો ગઢડામાં

બોટાદ જિલ્લાના યાત્રાધામ ગઢડામાં પશુને માર મારવા જેવી સામાન્ય બાબતે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. શહેરના વિંછીયા પરા વિસ્તારમાં બપોરના સમયે શરૂ થયેલો વિવાદ મોડી રાત્રે હિંસક અથડામણમાં પરિણમતા સમગ્ર પંથકમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ છે. બે કોમના ટોળાઓ આમને-સામને આવી જતાં થયેલી આ બબાલમાં લોહિયાળ ખેલ ખેલાયો છે, જેમાં ગંભીર ઈજાઓ પહોંચતા સ્થાનિકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. ઘટનાની જાણ થતાં જ સમગ્ર જિલ્લાનો પોલીસ કાફલો ઘટના સ્થળે ઉતારી દેવામાં આવ્યો છે.

બોટાદ જિલ્લાના યાત્રાધામ ગઢડામાં વિવાદની શરૂઆત બપોરના સમયે પશુને માર મારવાના મામલે થઈ હતી. પશુ મુદ્દે થયેલી સામાન્ય બોલાચાલીએ મોટું સ્વરૂપ ધારણ કર્યું હતું. આ મામલે મોટી સંખ્યામાં લોકોએ પોલીસ સ્ટેશન પહોંચી ફરિયાદ નોંધાવી હતી. જોકે, આ જ વિવાદને પગલે રાત્રિના સમયે ફરીથી બંને જૂથો આમને-સામને આવી ગયા હતા. આ હિંસક બબાલમાં રફિકભાઈ હાજીભાઈ સૈયદને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર માટે ગઢડાથી બોટાદ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે, જ્યારે અન્ય બે વ્યક્તિઓને સામાન્ય ઈજાઓ પહોંચી છે.

ટનાની ગંભીરતાને ધ્યાને રાખીને બોટાદ એસપી ધર્મેન્દ્ર શર્મા, ડીવાયએસપી સહિત એલસીબી અને એસઓજી જેવી વિવિધ એજન્સીઓનો પોલીસ કાફલો ગઢડામાં ઉતારી દેવામાં આવ્યો છે. સમગ્ર જિલ્લાની પોલીસ ટીમોએ વિંછીયા પરા વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે. પોલીસે રાત્રિના સમયે જ અસરગ્રસ્ત વિસ્તારોમાં કોમ્બિંગ હાથ ધરીને શંકાસ્પદ લોકોની અટકાયત કરી છે. હાલ પોલીસ વિભાગ સતત પેટ્રોલિંગ કરી રહ્યું છે અને સ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણ હેઠળ હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *