માંડવી ફોરેસ્ટ રેસ્ટ હાઉસ ખાતે પ્રશિક્ષણ કાર્યશાળાનું આયોજન

Featured Video Play Icon
Spread the love

માંડવી ફોરેસ્ટ રેસ્ટ હાઉસ ખાતે પ્રશિક્ષણ કાર્યશાળાનું આયોજન
જિલ્લા કોંગ્રેસ સમિતિ અંતર્ગત મંડળ અને સેક્ટર પ્રમુખશ્રીઓ માટે પ્રશિક્ષણ

આજરોજ ફોરેસ્ટ રેસ્ટ હાઉસ ખાતે સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિ અંતર્ગત મંડળ અને સેક્ટર પ્રમુખશ્રીઓ માટે પ્રશિક્ષણ કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું.

વીઓ :ફોરેસ્ટ રેસ્ટ હાઉસ ખાતે આયોજીય કોંગ્રેસના પ્રશિક્ષણમાં દરેક મંડળના સેક્ટરના પ્રમુખઓ હાજર રહ્યા હતા અને કાર્યક્રમ સફળ બનાવ્યો હતો, જેમાં આજરોજ
માંડવી તાલુકાના માજી તાલુકા પંચાયત સભ્ય પ્રકાશભાઈ ધનજીભાઈ પટેલેએ ભારતીય જનતા પાર્ટીને રામ રામ કહીને કોંગ્રેસ પક્ષમાં જોડાવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. પ્રકાશભાઈ પટેલ દ્વારા કોંગ્રેસમાં જોડાવાના કારણે સ્થાનિક રાજકીય વર્તુળોમાં આ પરિવર્તનને મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે અને તે આવનારા સમયમાં રાજકીય પરિસ્થિતિ પર પણ અસરકારક બની શકે છે. કોંગ્રેસ પક્ષના આગેવાનો દ્વારા પ્રકાશભાઈનું ઉમળકાભેર સ્વાગત કરી કોંગ્રેસનો ખેસ પહેરાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે બી વી નિવાસ્થાન એઆઈસીસી ગુજરાતના પ્રભારી તેમજ જિલ્લા પ્રમુખ આનંદભાઈ ચૌધરી તથા ભરૂચ જિલ્લાના પ્રભારી મનહરભાઈ પટેલ, કાંતિભાઈ વાઘેલા ટ્રેનર તેમજ કોંગ્રેસના પ્રમુખ તથા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *