નીતિન જાની ઉર્ફે ખજૂર મામલે સોશિયલ મીડિયામાં ‘વોર’

Featured Video Play Icon
Spread the love

નીતિન જાની ઉર્ફે ખજૂર મામલે સોશિયલ મીડિયામાં ‘વોર’
સોશિયલ મીડિયામાં નીતિન જાની અને તરૂણ જાની વિવાદમાં
ઈન્ફ્લુએન્સર લાલા આહીરે કર્યા ગંભીર આક્ષેપ
કીર્તિ પટેલ લાલા આહિરના સમર્થનમાં ઉતરી

ગુજરાતના જાણીતા યુટ્યુબર અને સોશિયલ મીડિયા ક્રિએટર નીતિન જાની અને તરૂણ જાની ફરી વિવાદમાં આવ્યા છે. એક સમયે તેમને ભગવાનનું સ્વરૂપ માનનારા લારા આહિરે તેમના પર ગંભીર આક્ષેપો કર્યા છે. આ પછી હવે આ મામલે કીર્તિ પટેલ પણ મેદાનમાં આવી છે.

નીતિન જાનીના સમર્થક એવા લાલા આહિરના જણાવ્યા મુજબ, તેમને સમાધાન માટે સાવરકુંડલા નજીક એક અવાવરુ જગ્યાએ બોલાવવામાં આવ્યા હતા. ત્યાં નીતિન જાની ઉર્ફે ખજુરભાઈના માણસ ગણાતા યુવરાજ સહિત 10 થી 12 લોકો ત્રણ ગાડીઓમાં આવી પહોંચ્યા હતા. આ દરમિયાન તેમની કાર પર હુમલો કરવામાં આવ્યો હતો. લાલા આહિરે આ વીડિયોમાં જણાવ્યું કે 5 નું સારું કરે પણ 10નું ખરાબ કરે છે. વીડિયોમાં લાલા આહિરે બંને ભાઈઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગણી પણ કરી છે. તેમણે તો એટલું સુધી કહ્યું કે બંને ભાઈઓનો જાહેરમાં વરઘોડો કાઢવો જોઈએ.

આ દરમિયાન સોશિયલ મીડિયા પર્સનાલિટી કીર્તિ પટેલ પણ લાલા આહીરના સમર્થનમાં આગળ આવી છે. કીર્તિ પટેલે પણ એક વીડિયો બનાવીને પોતાના વિચારો વ્યક્ત કર્યા છે અને લાલા આહીરને સપોર્ટ આપ્યો હોવાનું જણાવ્યું છે. આ સાથે વીડિયોમાં તે લાલાને તેની સાથે મુલાકાત કરવા માટે કહી રહી છે. હાલ સમગ્ર મામલો સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યો છે. જોકે આક્ષેપોને લઈને નીતિન જાની અથવા તરૂણ જાની તરફથી સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી.

અગાઉ સપોર્ટ કરનાર લાલા આહિર હવે નીતિન જાનીના કડક વિરોધી બન્યા છે. જોકે, આ મામલે હજુ સુધી નીતિન જાની કે તેમની ટીમ તરફથી કોઈ સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી નથી. લાલા આહિરે રોષ ઠાલવતા કહ્યું કે, “નીતિન જાની 5 લોકોનું સારું કરે છે પણ 10 લોકોનું કામ ખરાબ કરે છે.” તેમણે બંને ભાઈઓનો જાહેરમાં વરઘોડો કાઢવાની પણ માગણી કરી છે, આક્ષેપ મુજબ, સાવરકુંડલામાં થયેલી આ બેઠક દરમિયાન ભારે બોલાચાલી થઈ હતી અને લાલા આહિર સાથે ગેરવર્તણૂક કરવામાં આવી હતી….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *