સુરતના મહિધરપુરા વિસ્તારમાં આગ લાગતા ફાયર દોડતુ થયુ

Featured Video Play Icon
Spread the love

સુરતના મહિધરપુરા વિસ્તારમાં આગ લાગતા ફાયર દોડતુ થયુ
આંગઢિયા ઓફિસમાં અચાનક આગ લાગતા ફાયર દોડ્યું
આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ અકબંધ

સુરતના મહિધરપુરા વિસ્તારમાં આવેલ આંગઢિયા ઓફિસમાં અચાનક આગ લાગતા ફાયર દોડતુ થઈ ગયુ હતું.

સુરતમાં આગની ઘટનાઓ વચ્ચે મહિધરપુરા વિસ્તારમાં એસપી આંગડિયા ઓફિસમાં અચાનક આગ લાગી હતી. આગ લાગતા આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. તો ઘટનાની જાણ થતા ફાયર વિભાગનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો અને ફાયર બ્રિગેડ દ્વારા પાણીનો મારો કરી આગ પર કાબૂ મેળવાયો હતો. જો કે આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ અકબંધ છે. તો સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *