હોળી-ધૂળેટીના પવિત્ર પર્વને લઈ શામળાજીમાં ભક્તિનું ઘોડાપૂર

Featured Video Play Icon
Spread the love

હોળી-ધૂળેટીના પવિત્ર પર્વને લઈ શામળાજીમાં ભક્તિનું ઘોડાપૂર
ફાગણ સુદ ચૌદસ એટલે કે વ્રતની પૂનમ
ભગવાનને ખાસ સોનાના આભૂષણોનો શણગાર

હોળી-ધૂળેટીના પવિત્ર પર્વને લઈને અરવલ્લીના પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીમાં ભક્તિનું ઘોડાપૂર ઉમટ્યું છે. આજે ફાગણ સુદ ચૌદસ એટલે કે વ્રતની પૂનમ હોવાથી વહેલી સવારથી જ હજારો ભક્તો ભગવાન ગદાધરના દર્શને પહોંચ્યા છે. આજે ભગવાનને ખાસ સોનાના આભૂષણોનો શણગાર કરવામાં આવ્યો છે, જેના દર્શન કરી ભક્તો ધન્યતા અનુભવી રહ્યા છે. આજે સાંજે 6 :30 કલાકે મંદિર પરિસરમાં પરંપરાગત રીતે હોળી દહનનો કાર્યક્રમ પણ યોજાશે.

શામળાજીમાં બે દિવસીય પૂનમનો ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. આજે વ્રતની પૂનમ બાદ આવતીકાલે દર્શનની પૂનમ છે. જોકે, આવતીકાલે ફાગણ સુદ પૂર્ણિમાના દિવસે ચંદ્ર ગ્રહણ હોવાને કારણે મંદિરના નિયમિત સમયમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. આવતીકાલનો મંદિર નો મંદિર ખુલવાનો સમય: સવારે 5:00 વાગે, ​મંગલા આરતી: સવારે 5:45 વાગે,​શણગાર આરતી: સવારે 8:00 વાગે,​રાજભોગ: સવારે 9:00 વાગે (ત્યારબાદ મંદિર બંધ થશે) રાજભોગ આરતી: સવારે 9:45 વાગે,​ઉત્થાપન (મંદિર ખુલશે): બપોરે 12:30 વાગે,​સંધ્યા આરતી: બપોરે 1:30 વાગે થશે મહત્વનું છે કે બપોરે 1:30 વાગ્યા બાદ રાત્રીના 8:30 સુધી ઠાકોરજીની આગળની ઝાળી બંધ રહેશે, પરંતુ શ્રદ્ધાળુઓ ઝાળીમાંથી દર્શન કરી શકશે. ગ્રહણની શરૂઆત બપોરે 3:20 વાગે થશે અને સાંજે 6:47 વાગે ગ્રહણ મોક્ષ થયા બાદ મંદિરનું પ્રક્ષાલન (શુદ્ધિકરણ) કરવામાં આવશે. આમ, હોળીના પર્વે શામળિયાના દર્શન માટે ઉમટતા ભક્તોએ ગ્રહણના આ બદલાયેલા સમયને ધ્યાનમાં રાખીને દર્શનનું આયોજન કરવા મંદિર ટ્રસ્ટ દ્વારા અપીલ કરવામાં આવી છે….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *