સુરતના રાંદેરમાં થયેલી લાખોની લૂંટ કેસમાં 35 લાખ રૂપિયા રિકવર

Featured Video Play Icon
Spread the love

સુરતના રાંદેરમાં થયેલી લાખોની લૂંટ કેસમાં 35 લાખ રૂપિયા રિકવર
અનુપમસિંહ ગહલૌતના હસ્તે તેરા તુજ કો અર્પણ કાર્યક્રમ
પોલીસ અને જનતા વચ્ચે વિશ્વાસ વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ

સુરતના રાંદેરમાં થયેલી લાખોની લૂંટ કેસમાં સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે લૂંટમાં ગયેલા 35 લાખ રૂપિયા રિકવર કરીને સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌતના હસ્તે તેરા તુજ કો અર્પણ કાર્યક્રમ અંતર્ગત ફરિયાદીને પરત કર્યા હતાં.

સુરતના રાંદેર વિસ્તારમાં થયેલા લૂંટ કેસમાં સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ઝડપી અને અસરકારક તપાસ હાથ ધરી લૂંટમાં ગયેલા કુલ 35 લાખ રૂપિયા સફળતાપૂર્વક રિકવર કર્યા છે. ત્યારબાદ સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌતના હસ્તે તેરા તુજ કો અર્પણ કાર્યક્રમ અંતર્ગત આ સમગ્ર રકમ ફરિયાદીને સત્તાવાર રીતે સુપ્રત કરવામાં આવી હતી. આ પ્રસંગે પોલીસે ગુનાઓનો ભેદ ઉકેલવા સાથે ફરિયાદીને તેની રકમ પરત અપાવવાની પ્રતિબદ્ધતા પણ વ્યક્ત કરી હતી. તેરા તુજ કો અર્પણ કાર્યક્રમ પોલીસ અને જનતા વચ્ચે વિશ્વાસ વધુ મજબૂત બનાવવાનો એક મહત્વપૂર્ણ પ્રયાસ માનવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *