રાજકોટના ધોરાજીમાં ખેડૂતો સાથે 31.40 લાખની છેતરપિંડી

Featured Video Play Icon
Spread the love

રાજકોટના ધોરાજીમાં ખેડૂતો સાથે 31.40 લાખની છેતરપિંડી
9 ખેડૂતો પાસેથી ઊંચા ભાવની લાલચ આપી ખરીદી કરી
ઘઉં અને સોયાબીન ખરીદનાર વેપારી લાખો રૂપિયા ઓળવી ફરાર

રાજકોટના ધોરાજીમાં ખેડૂતો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે. ખેડૂતો સાથે 31 લાખથી વધુ રકમની છેતરપિંડી કરવામાં આવી હોવાનો આક્ષેપ છે. ખેડૂતોને ઊંચા ભાવની લાલચમાં ફસાવીને વેપારી ફરાર થઈ ગયો છે. મહાવીર એન્ટરપ્રાઇઝ નામના પેઢીના માલિકે છેતરપિંડી કરી છે.

રાજકોટના ધોરાજીમાં ખેડૂતો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે. ખેડૂતો સાથે 31 લાખથી વધુ રકમની છેતરપિંડી કરવામાં આવી હોવાનો આક્ષેપ છે. ખેડૂતોને ઊંચા ભાવની લાલચમાં ફસાવીને વેપારી ફરાર થઈ ગયો છે. મહાવીર એન્ટરપ્રાઇઝ નામના પેઢીના માલિકે છેતરપિંડી કરી છે. મહાવીર એન્ટરપ્રાઇઝનો માલિક ખેડૂતો પાસેથી ઘઉં અને સોયાબીનની ખરીદી કર્યા પછી ગાયબ થયાનો આક્ષેપ છે. પીડિત ખેડૂત નિલેશ વાંકે જણાવ્યું હતું કે અમારા ગામમાં જયદીપ ભગવાનજીભાઈ સાણંદીયાની મહાવીર એન્ટરપ્રાઇઝ નામની પેઢી હતી. તે બધા પાસેથી તેની ખેતપેદાશ જોખી ગયો અને બેથી ત્રણ મહનાના વાયદો કરીને જતો રહ્યો હતો. તેના પછી તે 27મી મે પછી ફોન જ ઉપાડતો નથી. તેની ઘર અને દુકાન બધુ બંધ છે. તે આખો કુટુંબ કબીલો લઈને ક્યાં જતો રહ્યો છે તેની ખબર જ નથી. અમારા નવ ખેડૂતોનો જ 31.40 લાખ રૂપિયા બાકી નીકળે છે. હવે વાવણીની સાઝન આવી ત્યારે આ છેતરપિંડીના પગલે અમારી પાસે હવે બિયારણના રૂપિયા પણ નથી. તેથી ખેડૂતોને અપીલ છે કે ભવિષ્યમાં પણ આવા ફ્રોડથી બચવું, બને ત્યાં સુધી એપીએમસીની બહાર માલ વેચવો જ નહીં, ઊંચા ભાવની લાલચ જોખમી પુરવાર થઈ શકે છે.

તોરણીયા ગામના અન્ય એક પીડિત ખેડૂત કાંતી ખીચડીયાએ પણ આ જ વાતનું પુનરાવર્તન કર્યુ હતુ. તેમનું કહેવું હતું કે મને લાલચ મોંઘી પડી છે, મારા ઘઉંના સવા ચાર લાખ રૂપિયા મહાવીર એન્ટરપ્રાઇઝ પાસેથી લેવાના નીકળે છે. હવે મારે ભાગિયાને શું ચૂકવવું અને બિયારણના રૂપિયા ક્યાંથી લાવવા તે મોટો સવાલ છે. ખેડૂતોએ આ છેતરપિંડી સામે પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે. તેણે ફ્કત ખેડૂતોને માત્ર કાચી ચિઠ્ઠીઓ અને સહીવાળા ચેક જ આપ્યા છે. વેપારીએ ઓફિસ પર તાળા મારી દેતા ખેડૂતોમાં આક્રોશ છે. તેઓ માટે તો જાણે જાયે તો જાયે કહાં જેવી સ્થિતિ સર્જાઈ છે. આમ ચોમાસા પહેલા ખેડૂતો પર આર્થિક સંકટ આવ્યું છે. તેના કારણે ખેડૂતોએ ન્યાયની માંગ કરી છે. ધોરાજી પોલીસ સમક્ષ ખેડૂતોએ રજૂઆત કરી છે અને તેની તપાસ શરૂ થઈ ગઈ છે. પોલીસે ખેડૂતોને વિશ્વાસ અપાવ્યો છે કે તેમની સાથે છેતરપિંડી કરનારા આરોપીને ઝડપી લેવામાં આવશે. આટલા બધા ખેડૂતોની સાથે ફરિયાદ થતાં પોલીસ પણ ચોંકી ઉઠી છે. ધોરાજી પોલીસે ત્વરિત ગતિએ તપાસ શરૂ કરી દીધી છે. તેની સાથે આરોપીઓ જ્યાં પણ ભાગી ગયા હશે ત્યાંથી પકડી પાડીશું અને ખેડૂતોને ન્યાય અપાવીશું તેવી બાંયધરી આપી છે…કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *