બિહાર નાલંદાના શીતળાષ્ટમી મંદિરમાં ભાગદોડ.
દુર્ઘટનામાં 8 લોકોના મોત અને 6 લોકો ઘાયલ.
ચૈત્ર મહિનાના છેલ્લા મંગળવારે બની ઘટના.
બિહારમાં નાલંદાના મઘડામાં મંગળવારે સવારે માતા શીતળાષ્ટમી મંદિરમાં ભાગદોડને કારણે 9 લોકોના મોત થયા છે. ભીડમાં કચડાઈ જવાથી 8 મહિલાઓના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે એક પુરુષનું હોસ્પિટલમાં મોત થયું હતું.
ચૈત્ર મહિનાના છેલ્લા મંગળવારે બિહારમાં નાલંદાના મઘડામાં શીતળા અષ્ટમીના દિવસે મંદિરમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓની ભારે ભીડ ઉમટી હતી. ત્યાં મેળો પણ ભરાયો હતો. ઘટનાસ્થળે હાજર લોકોએ જણાવ્યું હતું કે ભીડને સંભાળવા માટે પૂરતી વ્યવસ્થા નહોતી. દર્શન કરવાની ઉતાવળમાં લોકોની ધક્કામુક્કી થઈ ગઈ. અફરા-તફરીમાં ભીડમાં ઘણા લોકો કચડાઈ ગયા. મોટી સંખ્યામાં લોકો ઘાયલ પણ થયા. અકસ્માત બાદ, મંદિર અને મેળો બંધ કરી દેવામાં આવ્યો. પીએમ મોદીએ નાલંદા દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે મૃતકોના પરિવારોને પીએમ રાહત ભંડોળમાંથી 2 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી. સાથે જ તમામ ઘાયલોને પણ 50,000 રૂપિયાની સહાયની જાહેરાત કરી હતી. મંદિર સંકુલ નાનું હતું, અને ભીડને કન્ટ્રોલ કરવા માટે કોઈ વ્યવસ્થા નહોતી. લોકો પહેલા દર્શન માટે સ્પર્ધા કરવા લાગ્યા. લાઇનમાં રાહ જોવાને બદલે, લોકોએ આગળ વધવાનો પ્રયાસ કર્યો, જેના કારણે ભાગદોડ મચી ગઈ. ઘણા લોકો ભીડ નીચે કચડાઈ ગયા. ઘટનાસ્થળે હાજર લોકોએ જણાવ્યું કે ભાગદોડ પછી પોલીસ અને એમ્બ્યુલન્સ પણ મોડી પહોંચી હતી. 8 મૃતકોમાંથી 2ની ઓળખ થઈ શકી છે. તેમાં નાલંદા નિવાસી રીટા દેવી અને રેખા દેવીનો સમાવેશ થાય છે.
ઘાયલોને સારવાર માટે મોડેલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. દુર્ઘટના બાદ પટના કમિશનરને બિહારશરીફ મોકલવામાં આવ્યા છે. મુખ્યમંત્રીએ મુખ્ય સચિવને તપાસના નિર્દેશ આપ્યા છે. દીપનગર પોલીસ સ્ટેશનના SHO રાજમણિને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સરકારે મૃતકોના પરિવારને 6 લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે. કેન્દ્ર સરકારે 2 લાખ રૂપિયા સહાયની જાહેરાત કરી છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
