સ્વચ્છ સુરતના દાવા વચ્ચે મનપાની બેદરકારી,

Featured Video Play Icon
Spread the love

સ્વચ્છ સુરતના દાવા વચ્ચે મનપાની બેદરકારી,
ડમ્પરમાંથી રસ્તા પર ઉડ્યો કચરો.
ભેસ્તાનમાં જર્જરિત ડમ્પરની પોલ ખુલી, રસ્તા પર વેરાયો કચરો.
સુરત મનપાની સફાઈ કામગીરી સામે સવાલો,

સ્વચ્છ સુરતના દાવા વચ્ચે સુરત મહાનગર પાલિકાની બેદરકારીના દ્રશ્યો સામે આવ્યા છે. ભેસ્તાન વિસ્તારમાં મનપાના જર્જરિત ડમ્પરમાંથી રસ્તા પર કચરો ઉડતો જોવા મળ્યો છે. જેને લઈને મનપાની સફાઈ કામગીરી સામે સવાલો ઊભા થયા છે.

રતના ભેસ્તાન વિસ્તારમાં નવીન ફ્લોરિન પાસેથી પસાર થતા મનપાના ખખડધજ ડમ્પરમાંથી રસ્તા પર કચરો ઉડતો હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. ખુલ્લા અને જર્જરિત ડમ્પરમાં કચરાની હેરફેર કરવામાં આવતા રસ્તા પર ગંદકી ફેલાઈ રહી છે. રસ્તા પરથી પસાર થતા રાહદારીઓ અને વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સાથે જ ઉડતા કચરાથી લોકોના સ્વાસ્થ્ય સામે પણ જોખમ ઊભું થયું છે. એક તરફ સ્વચ્છતાના નામે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે, તો બીજી તરફ મનપાના જ ડમ્પરમાંથી કચરો રસ્તા પર ફેલાતો હોવાના દ્રશ્યો તંત્રની કામગીરી સામે સવાલો ઊભા કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *