સુરતના ઉદ્યોગ જગતમાં આવકવેરા વિભાગના દરોડાથી ખળભળાટ,
અકાય ઈન્ડસ્ટ્રીઝ અને શ્રી અરિહંત ડાયકેમ પર મુંબઈ-સુરતમાં એકસાથે તપાસ,
80થી વધુ અધિકારીઓ કાર્યવાહીથી જોડાયા!
સુરતના ઉદ્યોગ જગતમાં આવકવેરા વિભાગે કાર્યવાહી કરતા ખળભળાટ મચી ગયો છે. અકાય ઈન્ડસ્ટ્રીઝ અને શ્રી અરિહંત ડાયકેમ કંપની પર ઈનકમ ટેક્સ વિભાગે દરોડા પાડ્યા છે. મુંબઈ અને સુરતમાં એકસાથે શરૂ થયેલી આ કાર્યવાહીમાં 80થી વધુ અધિકારીઓ તપાસમાં જોડાયા છે.
સુરત અને મુંબઈમાં ઈનકમ ટેક્સ વિભાગની ઈન્વેસ્ટિગેશન વિંગ દ્વારા સંયુક્ત સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે. અકાય ઈન્ડસ્ટ્રીઝ અને શ્રી અરિહંત ડાયકેમ કંપનીના વિવિધ સ્થળોએ વહેલી સવારથી તપાસ શરૂ કરવામાં આવી છે. અરિહંત ડાયકેમના ડિરેક્ટર મિલન શાહ અને રોહન શાહના નિવાસસ્થાન, મુંબઈની કોર્પોરેટ ઓફિસ સહિત અનેક ધંધાકીય સ્થળોએ અધિકારીઓ દ્વારા દસ્તાવેજો અને હિસાબી વ્યવહારોની તપાસ કરવામાં આવી રહી છે. 80થી વધુ અધિકારીઓની ટીમ આ ઓપરેશનમાં જોડાઈ છે. જોકે, તપાસ દરમિયાન શું બહાર આવ્યું છે તે અંગે હજુ સત્તાવાર વિગતો સામે આવી નથી.
