સુરત હેલ્થકેર ક્ષેત્રે શેલ્બી હોસ્પિટલની મોટી સિદ્ધિ
શેલ્બી હોસ્પિટલમાં 12 મહિનામાં 25 સફળ કિડની ટ્રાન્સપ્લાન્ટ
કિડની ટ્રાન્સપ્લાન્ટમાં શેલ્બી હોસ્પિટલની મોટી સિદ્ધિ
સુરતના હેલ્થકેર ક્ષેત્રે વધુ એક મોટી સિદ્ધિ શેલ્બી હોસ્પિટલે મેળવી હોય તે શેલ્બી હોસ્પિટલે છેલ્લા 12 મહિનામાં 25 સફળ કિડની ટ્રાન્સપ્લાન્ટ પૂર્ણ કર્યા હોવાનું જણાવ્યુ હતું.
સુરત હવે અદ્યતન કિડની ટ્રાન્સપ્લાન્ટનું મહત્વનું હેલ્થકેર હબ બની રહ્યુ હોય તેમ લાગી રહ્યુ છે. ત્યારે શેલ્બી હોસ્પિટલ સુરતે છેલ્લા એક વર્ષમાં 25 કિડની ટ્રાન્સપ્લાન્ટ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા હોવાનુ પત્રકાર પરિષદમાં જણાવ્યુ હતું. આ ટ્રાન્સપ્લાન્ટમાં સૌથી વધુ ચર્ચામાં એક અત્યંત જટિલ કેસની સિદ્ધિ રહેલી છે. દર્દીનું આ બીજું કિડની ટ્રાન્સપ્લાન્ટ હતું અને સાથે જ દાતા તથા દર્દીનું બ્લડ ગ્રૂપ અલગ હોવાના કારણે કેસ એબીઓ-ઈનકમ્પેટીબલ હતો. હોસ્પિટલના જણાવ્યા મુજબ દક્ષિણ ગુજરાતમાં પ્રાઈવેટ કોર્પોરેટ હોસ્પિટલ સેટિંગમાં સ્વાપ કિડની ટ્રાન્સપ્લાન્ટ સહિત અનેક જટિલ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા છે. નેફ્રોલોજી, યુરોસર્જરી, ક્રિટિકલ કેર અને એનેસ્થેસિયાની નિષ્ણાત ટીમના સંકલનથી આ સમગ્ર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હોવાનું હોસ્પિટલ દ્વારા જણાવાયું છે. સુરતથી હવે જટિલ કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે અન્ય શહેરો તરફ જવાની જરૂરિયાત ઘટાડવાનો પ્રયાસ કરાયો છે. અને દર્દીઓને પોતાના શહેરમાં જ અદ્યતન સારવારની નવી આશા જાગી છે.
