ગુજરાત ભાડા વિધેયક-2026ના વિરોધમાં સુરત જિલ્લા વકીલ મંડળનો વિરોધ

Featured Video Play Icon
Spread the love

ગુજરાત ભાડા વિધેયક-2026ના વિરોધમાં સુરત જિલ્લા વકીલ મંડળનો વિરોધ
નવા કાયદાથી વકીલો અને પક્ષકારોને મુશ્કેલી પડવાની આશંકા
વિરોધમાં કોર્ટ કામગીરીથી અળગા રહેવાનો સુરત જિલ્લા વકીલ મંડળનો ઠરાવ

ગુજરાત ભાડા વિધેયક-2026ના વિરોધમાં સુરત જિલ્લા વકીલ મંડળે વિરોધ નોંધાવ્યો હતો. નવા કાયદાના અમલથી વકીલો અને પક્ષકારોને મુશ્કેલી પડવાની આશંકા વ્યક્ત કરી કોર્ટ કામગીરીથી અળગા રહેવાનો ઠરાવ કર્યો હતો. અને 30 સપ્ટેમ્બર અને 3 ઓક્ટોબરના રોજ વકીલો દ્વારા કોર્ટ કામગીરીથી દૂર રહેવાની જાહેરાત કરી હતી.

સુરતમાં ભાડા વિધેયક બિલ 2026ના વિરોધમાં વકીલોનો ભારે વિરોધ જોવા મળ્યો હતો. સુરત જિલ્લા કોર્ટના વકીલોએ કોર્ટ બહાર એકઠા થઈ સરકારના ભાડા વિધેયક બિલ સામે વિરોધ નોંધાવ્યો હતો. વકીલોનું કહેવું છે કે અત્યાર સુધી ભાડુઆત અને મકાન માલિક વચ્ચેના વિવાદને લઈને મામલો કોર્ટમાં પહોંચતો હતો, પરંતુ નવા બિલ બાદ આવા કેસો મામલતદાર અથવા કલેક્ટર કચેરીમાં જવાની જોગવાઈ સામે વકીલો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. વકીલોએ દાવો કર્યો હતો કે આ વ્યવસ્થાથી જુનિયરથી લઈને સિનિયર વકીલો સુધીના વ્યવસાયને નુકસાન થઈ શકે છે. ગુજરાતભરના વકીલો દ્વારા પણ આ બિલનો વિરોધ કરાઈ રહ્યો છે. વકીલોની માંગ છે કે બિલમાં વકીલોને યોગ્ય રીતે સમાવેશ કરવામાં આવે. જો માંગણીઓનો ઉકેલ નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *