સુરતના ભેસ્તાન વિસ્તારમાં યુવકની હત્યા

Featured Video Play Icon
Spread the love

સુરતના ભેસ્તાન વિસ્તારમાં યુવકની હત્યા
હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો
મૂળ ઓડિશાના યુવકની હત્યાથી ચકચાર

સુરતમાં વધી રહેલી હત્યાની ઘટનાઓ વચ્ચે ભેસ્તાનના સિદ્ધાર્થ નગરમાં યુવાનની હત્યા કરાતા ચકચાર મચી ગઈ હતી. તો બનાવની જાણ થતા ભેસ્તાન પોલીસ દોડતી થઈ ગઈ હતી.

સુરતમાં સામા તહેવારોએ ગુનેગારો કાયદો વ્યવસ્થાની સ્થિતિ પર તરાપ મારી રહ્યા હોય તેમ લાગી રહ્યુ છે. ત્યારે સુરતના ભેસ્તાન વિસ્તારમાં સિદ્ધાર્થ નગરમાં યુવાનની હત્યા કરાતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. મુળ ઓડિસાનો 45 વર્ષીય તુફાન રાઉ નામના યુવાનની હત્યા કરાયેલી લાશ મળી આવતા ભેસ્તાન પોલીસે લાશનો કબ્જો લઈ તપાસ હાથ ધરી હતી. યુવાનની હત્યા કરી ભાગી છુટેલા હત્યારાઓને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *