સુરતમાં SIR પ્રક્રિયા અંતર્ગત બીએલઓ ને ખોટા લક્ષ્યાંક
આમ આદમી પાર્ટીએ કર્યો વિરોધ
હાલમાં ચાલી રહેલી SIR પ્રક્રિયા અંતર્ગત બીએલઓ ને ખોટા લક્ષ્યાંક ન આપી, યોગ્ય, સચોટ અને સુનિશ્ચિત કામગીરી કરવા બાબત આમ આદમી પાર્ટીએ નિવેદન અને આવેદન આપ્યું છે
સુરતમાં SIR પ્રક્રિયા ને લઇ આપ પાર્ટીના નેતાએ જણાવ્યું હતું કે હાલમાં કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલી S.I.R પ્રક્રિયા અંતર્ગત આપણા રાજ્યમાં પણ આ પ્રક્રિયા શરૂ છે, જેના અંતર્ગત આમ આદમી પાર્ટી પણ ચૂંટણી પંચને સહયોગ આપવાના હેતુસર તેમજ સામાન્ય મતદારને કોઈપણ જાતની તકલીફ ન પડે કે કોઈપણ રીતે અટવાઈ નહીં એના માટે થઈ પોતાના તમામ કાર્યકર્તાઓ તેમજ પાર્ટીના B LA પોતાના બુથના B LO સાથે ઘરે ઘરે જઈ આ આખી પ્રક્રિયા લોકોને સમજાવે છે, પરંતુ છેલ્લા બે ત્રણ દિવસમાં સમજાયું કે આમાં ચૂંટણી પંચ દ્વારા જે હેતુસર આ કાર્યક્રમ કરવાનું અમને બતાવવામાં આવ્યું એવું કંઈ ખાસ દેખાતું નથી, બે-ત્રણ B LO દ્વારા મળેલી માહિતી મુજબ એમના સિનિયર અધિકારીઓ દ્વારા B LO ને દબાણપૂર્વક કહેવામાં આવ્યું કે તમારે એવું બતાવવાનું છે કે અમારું સો એ સો ટકા કામ પૂર્ણ થઈ ગયું એટલે કે અમારો ટાસ્ક પૂરો થઈ ગયો,
હકીકતમાં સુરતમાં કોઈ બુથ એવું નથી કે જ્યાં 100 એ 100% મતદારો પોતાના સ્થળ પર જ છે, છતાં પણ ચૂંટણી પંચ દ્વારા BLO ને આવું દબાણ આપવામાં આવે તો એનો હેતુ શું છે ? શા માટે આવો લક્ષ્યાંક આપવામાં આવે છે ? આ તો કાયદાથી તેમજ નીતિથી તદ્દન ખોટુ કહેવાય જે કોઈપણ રીતે ચલાવવા યોગ્ય નથી. જો આવી રીતે ખોટા ટાસ્ક ખોટી રીતે પૂરા કરવામાં આવશે તો આ કાર્યક્રમનો મૂળ હેતુ મરી પરવડશે. જેથી આપ આવા ખોટા દબાણ આપી ખોટા ટાસ્ક પૂરા કરાવવાનું બંધ કરવામાં આવે અને સાચું અને સૈદ્ધાંતિક રીતે યોગ્ય કામ જ થવું જાય એનો પૂરેપૂરો અમલ કરાવવામાં આવે એવી વિનંતી કરી છે
