ઉત્તરાયણ પહેલા માતા પિતા માટે ચેતવણીરૂપ સમાચાર
ભાવનગરમાં પતંગ ચગાવવા જતા 3 બાળકોને લાગ્યો વીજ કરંટ
વીજ કરંટ લાગતા એક બાળકનું મોત અને 2ની હાલત ગંભીર
ભાવનગરના ઘોઘા રોડ પર આવેલા શીતળા માતાના મંદિર પાસેના ખોડીયાર નગરમાં રવિવારે એક દુ:ખદ અને ભયાનક અકસ્માત બન્યો હતો. પતંગ ચગાવવા માટે ત્રણ નાના બાળકો અગાસી પર ચડ્યા હતા, ત્યારે તેમને હાઈ-ટેન્શન વીજળીના તારનો કરંટ લાગ્યો હતો. આ ઘટનામાં એક 10 વર્ષીય બાળકનું ઘટના સ્થળે જ મોત થયું હતું, જ્યારે બે બાળકીઓની હાલત ગંભીર છે
ભાવનગર શહેરના ઘોઘા રોડ પર આવેલા શીતળા માતાના મંદિર પાસેના ખોડીયાર નગરમાં રવિવારે એક દુ:ખદ અને ભયાનક અકસ્માત બન્યો હતો. પતંગ ચગાવવા માટે ત્રણ નાના બાળકો અગાસી પર ચડ્યા હતા, ત્યારે તેમને હાઈ-ટેન્શન વીજળીના તારનો કરંટ લાગ્યો હતો. આ ઘટનામાં એક 10 વર્ષીય બાળકનું ઘટના સ્થળે જ મોત થયું હતું, જ્યારે બે બાળકીઓની હાલત ગંભીર છે, મૃત બાળકનું નામ નિકુંજ છે, જેની ઉંમર માત્ર 10 વર્ષ હતી. તે ત્રણેય બાળકો પતંગ ચગાવવાના શોખમાં અગાસી પર ચડ્યા હતા અને ત્યાંથી ઊંચા વીજ તારને અડક્યા હોવાનું જાણવા મળ્યું છે. કરંટ લાગતાં જ ત્રણેય બાળકો અગાસી પરથી પડ્યા હતા, જેના કારણે નિકુંજનું મોત થયું હતું.
આવી ઘટનાઓ દર વર્ષે મકરસંક્રાંતિ અને ઉત્તરાયણના સમયગાળા દરમિયાન પતંગ ચગાવવાના શોખમાં વધુ જોવા મળે છે. વીજ કરંટથી થતા અકસ્માતોને રોકવા માટે વાલીઓ અને બાળકોને સાવચેતીની સલાહ આપવામાં આવી રહી છે. અગાસી પર ચડતી વખતે વીજ તારોથી અંતર રાખવું, મેન પાવર કાઈટ્સ ન ચલાવવી અને સુરક્ષિત સ્થળે જ પતંગ ચગાવવી જોઈએ. બે બાળકીઓને તાત્કાલિક સારવાર માટે ભાવનગરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે, જ્યાં તેમની હાલત હજુ ગંભીર જણાવાઈ રહી છે. ડોક્ટરો તેમની સારવારમાં જીવતોડ પ્રયાસ કરી રહ્યા છે. આ ઘટના બાદ સ્થાનિક વિસ્તારમાં શોકનું મોજું ફેલાઈ ગયું છે. પરિવારજનો અને પડોશીઓમાં ભારે આઘાત ફેલાયો છે. પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે અને આ દુર્ઘટનાના કારણોની તપાસ હાથ ધરી છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
