ગુજરાતના ડીજીપી વિકાસ સહાય સુરતની મુલાકાતે…
સૂરત પોલીસ કમિશનર કચેરીમાં સીસીટીવી કંટ્રોલરૂમની મુલાકાત લીધી..
ડીજીપીએ સુરત પોલીસ કમિશનર ખાતે આવેલ અરજદારોને વાતો સાંભળી…
ગુજરાત રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયએ સુરતની મુલાકાત લીધી હતી અને સીસીટીવી કન્ટ્રોલ રૂમનુ નિરીક્ષણ કર્યુ હતું.
ગુજરાત રાજ્યના ડીજીપી એટલે કે પોલીસ વડા વિકાસ સહાય શુક્રવારે સુરતના મહેમાન બન્યા હતાં. સુરત આવેલા ડીજીપી વિકાસ સહાય એ સુરત પોલીસ કમિશનર કચેરીની મુલાકાત લઈ ત્યાં હાલમાં જ શરૂ થયેલા અદ્યતન સીસીટીવી કન્ટ્રોલ રૂમનુ નિરિક્ષણ કર્યુ હતું. તો સાથે પોલીસ કમિશનર સહિત ડીસીપી કક્ષાના અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી તો પોલીસ કમિશનર કચેરીએ આવેલા અરજદારોની વાતો પણ સાંભળી હતી.
