જંબુસર-આમોદને જોડતા ઢાઢર બ્રિજની જિલ્લા કલેક્ટર દ્વારા વિઝિટ
ભારે વાહનોની અવરજવર પર રોક
ભરૂચ: જર્જરિત હાલતમાં આવેલા જંબુસર-આમોદને જોડતા ઢાઢર નદી ઉપરના બ્રિજની આજકાલ ચિંતાજનક સ્થિતિને લઈ ભરૂચ જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાએ સ્થળ વિઝિટ કરી બ્રિજની સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું.
ભરૂચ કલેક્ટર ડો. ગૌરાંગ મકવાણા બ્રિજ પર દેખાયેલા ઝૂલનારા વીડિયો અંગે ગંભીરતા દાખવી તકેદારી રૂપે તમામ ભારે વાહનોની અવરજવર રોકવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવે એસટી બસો સહિત તમામ ભારદાર વાહનો માટે વૈકલ્પિક રસ્તાની વ્યવસ્થા કરવામાં આવશે.વિઝિટ દરમિયાન અધિકારીઓ પાસેથી બ્રિજની હાલની ક્ષમતા અને મકાનાકીય સ્થિતિ અંગે વિગતવાર જાણકારી મેળવી, સ્થાનિક પ્રશાસનને તાત્કાલિક કાર્યવાહીના સૂચન આપ્યા હતા. હાલમાં બ્રિજ પર માત્ર હલકા વાહનોની અવરજવર રહેશે, જ્યારે ભારે વાહનો માટે સંપૂર્ણ પ્રતિબંધ લાગુ રહેશે.સ્થાનિક લોકો અને વાહનચાલકોને વૈકલ્પિક માર્ગો અપનાવવાની અપીલ કરવામાં આવી છે
