મઢી સુગરમાં નવા પ્રમુખ-ઉપપ્રમુખની બિનહરીફ વરણી
મઢી સુગરના પ્રમુખ તરીકે સમીરભાઈ ભક્ત ચૂંટાયા
ઉપપ્રમુખ પદે જીતુભાઈ બામણીની બિનહરીફ વરણી
આગામી અઢી વર્ષ માટે સમીરભાઈ ભક્તને પ્રમુખપદની જવાબદારી
મઢી સુગરમાં પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી બિનહરીફ સંપન્ન
સહકાર અને કિસાન પરિવર્તન પેનલ વચ્ચેની ટક્કર બાદ નવા હોદ્દેદારોની વરણી
મઢી સુગર ફેક્ટરી માં પ્રમુખ-ઉપપ્રમુખ પદની ચૂંટણી યોજાઈ હતી. જેમાં પ્રમુખ તરીકે સમીરભાઈ ભક્ત અને ઉપપ્રમુખ તરીકે જીતુભાઈ બામણી બિનહરીફ ચૂંટાયા હતા.
દક્ષિણ ગુજરાતની મહત્વની ગણાતી મઢી સુગર ફેક્ટરીમાં આજે પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટેની મહત્વપૂર્ણ ચૂંટણી યોજાઈ હતી. બારડોલી પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં યોજાયેલી આ ચૂંટણી પ્રક્રિયા બાદ આગામી અઢી વર્ષના કાર્યકાળ માટે નવા હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે. ભાજપ પ્રદેશ દ્વારા મઢી સુગર માટે મેન્ડેટ જાહેર કરવામાં આવ્યો હતો. આગામી અઢી વર્ષના સમયગાળા માટે સમીરભાઈ ભક્તની પ્રમુખ તરીકે બિનહરીફ વરણી કરવામાં આવી હતી. જ્યારે કિસાન પરિવર્તન પેનલના જીતેન્દ્ર પટેલ (જીતુભાઈ બામણી) ની ઉપપ્રમુખ પદે બિનહરીફ વરણી થઈ છે.
મઢી સુગર ફેક્ટરીની સામાન્ય ચૂંટણી માં જેતે સમયે સહકાર પેનલ અને કિસાન પરિવર્તન પેનલ વચ્ચે કાંટાની ટક્કર અને વિરોધનો માહોલ જોવા મળ્યો હતો. જોકે, આજના પ્રમુખ-ઉપપ્રમુખની બિનહરીફ ચૂંટણી બાદ ફેક્ટરીના સુચારુ સંચાલન અને ખેડૂતોના હિત માટે સકારાત્મક વાતાવરણ સર્જાયું છે. આજે બારડોલી પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં મઢી સુગર ફેક્ટરીમાં પ્રમુખ અને ઉપપ્રમુખ પદની ચૂંટણી યોજાઈ હતી. જોકે એક થી વધુ ફોર્મ બંને પદ માટે નહીં આવતા ચૂંટણી તળી હતી..
