અમદાવાદમાં પ્લેન ક્રેસ દુર્ઘટનામાં દર્દનાક દાસ્તાનો

Featured Video Play Icon
Spread the love

અમદાવાદમાં પ્લેન ક્રેસ દુર્ઘટનામાં દર્દનાક દાસ્તાનો
નડિયાદના પવાર દંપતિ પ્રથમ વખત વિમાને મુસાફરી કરી રહ્યા હતા.
વિમાનમાં ચડતાં પહેલા પુત્ર સાથે વિડિયો કોલ પર ખુશી વ્યક્ત કરી.

અમદાવાદમાં પ્લેન ક્રેસ દુર્ઘટનામાં દર્દનાક દાસ્તાનો સામે આવી રહી છે. ખેડા જિલ્લાના એક-બે નહીં પરંતુ 17 જેટલા પરિવારોના વ્યક્તિઓએ આ ઘટનામાં જીવ ગુમાવ્યો છે.

અમદાવાદમાં પ્લેન ક્રેસ દુર્ઘટનામાં નડિયાદમાં રહેતા પવાર પરિવારના મોભી અને તેમની પત્ની સૌ પ્રથમ વખત સાત સમંદર પાર રહેતા પુત્રને મળવા UK જવા નીકળ્યા હતા અને પ્લેન ક્રેશની દુર્ઘટનામાં ભોગ બન્યા હતા. પ્રથમ વખત ફ્લાઈટની સફર અંતિમ સફર બની ગઈ હતી. દંપતિએ પુત્રને છેલ્લો વીડિયો કોલ કરી પુત્રને મળવાની ખુશી બતાવી હતી. એરપોર્ટ લીધેલી તસ્વીરો અંતિમ તસ્વીરો બની હતી. નડિયાદમાં ન્યુશોરક ગ્રાઉન્ડ પાસે સરસ્વતી નગરમાં રહેતા મહાદેવભાઇ તુકારામ પવાર અને આશાબેન મહાદેવભાઈ પવાર પોતાના UK ખાતે રહેતા પુત્રને મળવા પહેલી વખત ફ્લાઈટમાં બેસી જઈ રહ્યા હતા. એક બાજુ પ્રથમ વખત ફ્લાઈટમા બેસવાની ખુશી હતી આથી નડિયાદ ખાતે રહેતો તેમના બીજો પુત્ર રમેશભાઈ અને તેમના પરિવારજનો આ દંપતીને મુકવા એરપોર્ટ ગયા હતા.

અમદાવાદ પ્લેન ક્રેશમાં મહેમદાવાદ તાલુકાના વણસોલી ગામના 20 વર્ષિય યુવાન રુદ્ર પટેલનું પણ મોત નિપજ્યું હતું. રુદ્ર પટેલ અભ્યાસ માટે લંડન જતો હતો. રુદ્રના માતા-પિતા બંને શિક્ષક દંપતી છે. રુદ્રના પેહલા કેનેડાના વિઝા રિજેક્ટ આવતા તેણે લંડન માટે પ્રયત્ન કર્યો હતો. લંડનમાં સ્ટુડન્ટ વિઝા મળતા ગઈકાલે આ પ્લેનમાં રવાના થયો હતો. પ્લેન ક્રેશ થતા તેનું દુઃખદ મોત નીપજ્યું હતું. પરિવારમાં શોકનો માહલો છવાઈ ગયો છે. હાલ આ પરિવારના ઘરે તેમના સગાંસંબંધીઓ મળવા આવી રહ્યા છે.કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *