સુરત : સણીયા ગામના તળાવમાં એકાએક હજારો માછલીના મોત
માછલીઓના મોતને પગલે ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચ્યું
માછલીઓના મોતને પગલે ગ્રામજનોમાં રોષ
તળાવ કિનારે ગંદકીનો ઢગ જોવા મળ્યો
માછલીઓના મોતનું કારણ અકબંધ
સુરત મનપામાં આવતા સણીયા હેમાદ ગામમાં આવેલ તળાવમાં માછલાઓ મરી જતા સ્થાનિકોએ વિરોધ કર્યો હતો તો ઘટના બનતા ફાયર અને મનપાની ટીમ સ્થળે દોડી ગઈ હતી.
સુરતમાં ફરી માછલાના મોતની ઘટના સામે આવી છે. સુરત મહાનગર પાલિકામાં આવતા વોર્ડ નંબર 18 સણીયા હેમાદ ગામ ખાતે આવેલ તળાવમાં માછલાઓના મોત થયા હતા. જે અંગે સ્થાનિક આગેવાન અને માજી સરપંચ દ્વારા વિરોધ કરાયો હતો. તો પાલિકામાં રજુઆત કરાતા ફાયરની ટીમ અને પાલિકાના અધિકારીઓ સ્થળે દોડી ગયા હતા અને તપાસ હાથ ધરી હતી. તો તળાવ પાસે કચરાનો ઢગલો પણ જોવા મળ્યો હતો.
