સુરત પોલીસની એસઓજીની ટીમે ઈ સિગારેટ ઝડપી
નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન હેઠળ કાર્યવાહી
ઈ સિગારેટના જથ્થા સાથે એકને ઝડપી પાડ્યો
નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન ચલાવી રહેલી સુરત પોલીસની એસઓજીની ટીમે વરાછા વિસ્તારમાંથી ઈ સિગારેટના જથ્થા સાથે એકને ઝડપી પાડ્યો હતો.
સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌત દ્વારા નાર્કોટીક્સ ડ્રગ્સન બદીને દુર કરવા આપેલ સુચનાને લઈ એસઓજીના ડીસીપી ના માર્ગદર્શન હેઠલ ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે અ.હે.કો. રામજીભાઈ તથા અનીરૂદ્ધસિંહએ બાતમીના આધારે વરાછા વિક્રમ નગર સોસાયટી વિભાગ એકના પાર્કિંગમાંથી નાઝીર આશીષ મહેશ પસ્તાગીયાને ઝડપી પાડી તેની પાસેથી 65 હજારની કિંમતની ઈ સિગારેટના જથ્થાને કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
