સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે ડ્રગ્સ સાથે મહિલાને ઝડપી
ગાંધીબાગ સામે ડક્કા ઓવારા પરથી એમડી ડ્રગ્સ ઝડપ્યું
મુંબઈની અને હાલ સલાબતપુરામાં રહેતીરૂકસાર જાકિર જાફર શેખને ઝડપી
સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે ગાંધીબાગ સામે ડક્કા ઓવારા પરથી ગેરકાયદેસર રીતે એમડી ડ્રગ્સ સાથે મુળ મુંબઈની અને હાલ સલાબતપુરામાં રહેતી મહિલાને ઝડપી પાડી હતી.
સુરત પોલીસ દ્વારા હાલ નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન ચલાવાઈ રહ્યુ છે ત્યારે સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે ચોક બજાર ગાંધી બાગ સામે ડક્કા ઓવારા તરફ જતા રોડ પરથી ગેરકાયદેસર રીતે મેફેડ્રોન નાર્કોટીક્સ ડ્રગ્સના 1 લાખ 96 હજારથી વધુની કિંમતના 65.430 ગ્રામ જથ્થા સાથે મુળ મહારાષ્ટ્ર મુંભઈની અને હાલ સલાબતપુરા ખાતે રહેતી રૂકસાર જાકિર જાફર શેખને ઝડપી પાડી હતી અને તેની પાસેથી ડ્રગ્સ કબ્જે લઈ તેની વિરૂદ્ધ અઠવા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ અઠવા પોલીસે હાથ ધરી છે.
