ગિરનાર પર્વત પર ગોરક્ષનાથ મંદિરમાં તોડફોડની ઘટના
લોક સાહિત્યકાર રાજભા ગઢવીએ રોષ વ્યક્ત કર્યો.
અપરાધને ચલાવી ન લેવાય અને કડક કાર્યવાહીની માંગ કરી
જૂનાગઢના ગિરનાર પર્વત પર ગુરુ ગોરખનાથની મૂર્તિ તોડફોડની ઘટનાએ ભક્તોમાં રોષ ફેલાવ્યો છે. લોકસાહિત્યકાર રાજભા ગઢવીએ ચોરીના નામે આવા અપરાધને ચલાવી ન લેવાય અને કડક કાર્યવાહીની માંગ કરી હતી.
જૂનાગઢના પવિત્ર ગિરનાર પર્વત પર સ્થિત ગુરુ ગોરખનાથ મંદિરમાં થયેલી મૂર્તિ તોડફોડની ઘટનાને લીધે સમગ્ર ગુજરાતમાં ભારે આક્રોશ ફેલાયો છે. આ ઘટના બાદ લોકસાહિત્યકાર રાજભા ગઢવીએ તીવ્ર નિંદા વ્યક્ત કરી છે અને કહ્યું કે, “ચોરી કરવા આવે અને મૂર્તિ તોડી નાખે તે ચલાવી ન લેવાય. જે પણ વ્યક્તિ જવાબદાર હોય તેની સામે કાર્યવાહી કરવી જોઈએ.” તેમણે આગળ કહ્યું, “અન્ય ધર્મના લોકોએ તોડફોડ કરી હોય તો પણ તેને ચલાવી ન લેવાય, આ રાક્ષસી વૃતિની માણસોને દંડ મળવો જોઈએ કારણ કે આ ધર્મ અને સંસ્કૃતિ પરની હુમલો છે.”આ ઘટના 5 ઓક્ટોબરની વહેલી સવારે બની, જ્યારે અજ્ઞાત ચાર વ્યક્તિઓએ ગિરનારના 5,500 પગથિયા પાસેના ગોરખનાથ ટોચ પર આવેલા મંદિરમાં ઘૂસણખોરી કરી. તેઓએ માર્બલની પ્રતિમાની તોડફોડ કરીને તેને જંગલ વિસ્તારમાં ફેંકી દેવામાં આવી હતી, તેમજ મંદિરના કાચના દરવાજા, પૂજાની સામગ્રી અને દાનપેટી વેરવિખેર કરી નાખી હતી. આનાથી લગભગ 70,000 રૂપિયાનું નુકસાન થયાનું જાણવા મળ્યું છે. મંદિરના મહંત યોગી સોમનાથજીએ તરત જ પોલીસમાં ફરિયાદ નોંધાવી, જેમાં અજ્ઞાત વ્યક્તિઓ વિરુદ્ધ તોડફોડનો આરોપ છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
