ગુજરાતના સાપુતારામાં “મોન્સૂન ફેસ્ટિવલ 2025” નો ભવ્ય પ્રારંભ
પ્રવાસન મંત્રી મુળુ બેરાના હસ્તે મોન્સૂન ફેસ્ટિવલનો પ્રારંભ કરાયો
મોન્સુન ફેસ્ટિવલ મેઘ મલ્હાર નામ આપવામાં આવ્યું
ગુજરાતના એકમાત્ર ગિરિમથક સાપુતારા પ્રવાસન વિભાગ દ્વારા મોન્સૂન ફેસ્ટિવલ મેઘમલ્હાર 2025 નો ગુજરાત પ્રવાસન નિગમના મંત્રી મુળુભાઈ બેરાએ પ્રારંભ કરાવ્યો હતો. આ ફેસ્ટિવલ 26 જુલાઈ થી 17 ઓગસ્ટ સુધી ચાલશે. સાપુતારામાં હવામાન ધૂમમ્સ છાયું રહેતા મુખ્યમંત્રી આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી શક્યા નહતા.
ગુજરાતના એકમાત્ર ગિરિમથક સાપુતારામાં પ્રવાસીઓને આકર્ષવા ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ દ્વારા અનેક ઉત્સવો માનવવામાં આવે છે. જેમાં મહત્વના ગણાતા મોન્સૂન ફેસ્ટિવલની પ્રવાસીઓ આતુરતાથી રાહ જોતા હોય છે. આ મોનસૂન ફેસ્ટિવલનો પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો જે આગામી 17 ઓગસ્ટ સુધી ચાલશે. મોન્સુન ફેસ્ટિવલનું નામ મેઘ મલ્હાર આપવામાં આવ્યું છે. આ ફેસ્ટિવલની શરૂઆત વાઈટ ફેધર સર્કલ ખાતેથી લીલી ઝંડી આપી રેલીનું પ્રસ્થાન કરાવ્યું હતું. જેમાં અલગ અલગ 13 જેટલા રાજ્યોના 350 થી વધુ સાસ્કૃતિક કાર્યકમ ની ઝાખીનું પ્રદશન જોવા મળ્યું હતું. વિવિધ પ્રદેશોના કલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યું હતું જેને પ્રવાસીઓ એ મન ભરીને માણ્યું હતું.
અહીં ઉપસ્થિત લોકોને સંબોધતા મંત્રીએ દિવસેને દિવસે સાપુતારાનો વિકાસ થાય એ દિશામાં અગ્રેસર હોવાનું જણાવ્યું હતું. ફેસ્ટિવલને માણવા આવેલા પરવાસીએ વરસરતા વરસાદમાં મોનસૂન ફેસ્ટિવલનો આનંદ માણ્યો હતો. જોકે ધૂમમ્સ છાયા વાતાવરણ અને વરસતા વરસાદને કારણે મુખ્યમંત્રીનું હેલિકોપટર લેન્ડ થઈ ન શકતા તેમની ગેરહાજરીમાં બે કલાક વિલંબથી કાર્યક્રમ શરૂ થયો હતો. પ્રવાસીઓ ઉદ્ઘાટન પ્રસંગે રંગારંગ કાર્યક્રમ જોઈ પ્રભાવિત બન્યા હતાં અને ખૂબ આનંદ માણ્યો હતો….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
