વાસી ઉતરાયણે પતંગબાજોનો ઉત્સાહ બમણો
ગુજરાતીઓમાં ઉત્તરાયણના ‘સેકન્ડ રાઉન્ડ’ મા જોશ જોવા મળ્યો
આકાશ અવનવી ડિઝાઈનની પતંગોથી ભરાઈ રહ્યું
ગઈકાલે મકરસંક્રાંતિના પર્વને મનભરીને મજા માણ્યા બાદ, આજે 15 જાન્યુઆરીએ ગુજરાતીઓમાં ઉત્તરાયણના ‘સેકન્ડ રાઉન્ડ’ માટે પણ પૂરેપૂરો જોશ જોવા મળ્યો હતો
વાસી ઉતરાયણે પતંગબાજોનો ઉત્સાહ બમણો:વહેલી સવારથી જ પેચ લડાવવા ધાબા પર ચડ્યા, બાળકો-યુવાનો ફિરકી લઈને પતંગ ચગાવવામાં વ્યસ્ત થયાં હતાં ગઈકાલે મકરસંક્રાંતિના પર્વને મનભરીને મઝા માણ્યા બાદ સવારથી જ અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, સહિતના મુખ્ય શહેરો સહિત દાહોદ પતંગરસિકો દોરી અને પતંગો લઈને ધાબાઓ પર ચડી ગયા છે. આજે વાસી ઉત્તરાયણના દિવસે પણ આકાશ અવનવી ડિઝાઈનની પતંગોથી ભરાઈ રહ્યું છે. ગઈકાલના ધમાકેદાર ઉત્સવ અને આતશબાજી-ગરબાના આરામ બાદ આજે સવારથી જ ‘કાઈપો છે’ની બૂમો ફરી ગુંજી ઉઠી છે. લોકો પતંગ ચગાવવાની સાથે ધાબા પર જ સ્વાદિષ્ટ ભોજનની જિયાફત માણી રહ્યા હતા. ઘણી જગ્યાએ ફિલ્મી ગીતો અને DJના તાલે ગરબા-ડાન્સની રમઝટ પણ જામી ગઈ છે, જાણે ઉત્તરાયણનો ઉત્સાહ બીજા દિવસે પણ નવી ઊર્જાથી ફરી વળ્યો હોય….
