રાજકોટમાં 18 વર્ષથી યોજાતા ઈંઢોળી રાસ આકર્ષણનું કેન્દ્ર

Featured Video Play Icon
Spread the love

રાજકોટમાં 18 વર્ષથી યોજાતા ઈંઢોળી રાસ આકર્ષણનું કેન્દ્ર
મવડી ચોકમાં બજરંગ ગરબી મંડળ આ ઈંઢોણી રાસનું આયોજન

રાજકોટમાં મવડી ચોક વિસ્તારમાં બજરંગ ગરબી મંડળ આ ઈંઢોણી રાસનું આયોજન કરે છે, નવરાત્રિના પાવન પર્વ નિમિત્તે રાજકોટમાં ભક્તિ, શૌર્ય અને સંસ્કૃતિનો અદ્ભુત સંગમ જોવા મળ્યો હતો.

રાજકોટના મવડી ચોક વિસ્તારમાં આવેલા શ્રી બજરંગ ગરબી મંડળ દ્વારા છેલ્લા 18 વર્ષથી પ્રાચીન ગરબીનું આયોજન થાય છે. અહીં આકર્ષણનું મુખ્ય કેન્દ્ર છે સળગતી ઈંઢોળીનો રાસ. આ રાસમાં 6 બાળાઓ પોતાના માથે સળગતી ઈંઢોળી, હાથમાં મશાલ અને સળગતો ગરબો લઈને ગરબે ઘૂમે છે. 20 મિનિટ સુધી અગ્નિને પોતાના મસ્તક પર ધારણ કરતી આ બાળાઓને જોઈને ભક્તોને સાક્ષાત નવદુર્ગા ગરબે રમતા હોય તેવી અનુભૂતિ થાય છે. આ અદભૂત દૃશ્ય શક્તિ અને ભક્તિનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

એક તરફ પ્રાચીન ગરબીઓ ભક્તિનું વાતાવરણ રચી રહી છે, ત્યાં બીજી તરફ અર્વાચીન રાસોત્સવોમાં પણ ખેલૈયાઓ મન મૂકીને ઝૂમી રહ્યા છે. વિરાણી હાઇસ્કૂલ મેદાનમાં યોજાયેલા રોયલ રજવાડી રાસોત્સવમાં યુવક-યુવતીઓ ગોગલ્સ પહેરીને ગરબે ઘૂમતા જોવા મળ્યા, જે આધુનિક યુગના નવરાત્રિની ઝલક રજૂ કરે છે. ગેલેક્સી ગરબી મંડળમાં પણ દીકરીઓએ ‘કોઈ કહેજો કાનુડાને જઈ કે વાંસળી વગાડે નહીં’ જેવા ગીતો પર અદ્ભુત રાસ પ્રસ્તુત કર્યા હતા….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *