અમરોલી અપહરણ બાદ બાળકની લાશ મુંબઈમાં મળી

Featured Video Play Icon
Spread the love

અમરોલી અપહરણ બાદ બાળકની લાશ મુંબઈમાં મળી
સીસીટીવીમાં માસીનો દીકરો બાળકને લઈ જતા કેદ.
પોલીસે ફરાર આરોપી વિકાસ શાહની શોધ તેજ કરી.

સુરતના અમરોલી વિસ્તારમાંથી 21મી ઓગસ્ટે અપહરણ થયેલા ત્રણ વર્ષીય માસૂમ બાળકની લાશ મુંબઈમાં ટ્રેનના ટોયલેટમાંથી મળી આવતા ચકચાર મચી છે. 21મી તારીખે સુરતમાંથી બાળકનું અપહરણ થયા બાદ તેના માસીનો દીકરો જ બાળકને ઉઠાવીને લઈ જતો સીસીટીવીમાં કેદ થયો છે.

સુરતના અમરોલી વિસ્તારમાં રહેતા ત્રણ વર્ષીય બાળક આકાશ ઉર્ફે આરવને લઈને તેના માસીનો દીકરો વિકાસ શાહ નીકળી ગયો હતો. શરૂઆતમાં પરિવારજનોને લાગ્યું કે, તે બાળકને લઈ આસપાસ ક્યાંક ફરવા ગયો હશે પરંતુ, એક-બે કલાક સુધી તે પરત ન આવતા પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી અને અમરોલી પોલીસને જાણ કરી હતી. પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી અને આસપાસના સીસીટીવી ફૂટેજની તપાસ શરૂ કરી હતી. સીસીટીવી ફૂટેજમાં જે દ્રશ્યો સામે આવ્યા તે ચોંકાવનારા હતા. ફૂટેજમાં સ્પષ્ટ દેખાયુ હતુ કે માસીનો દિકરો વિકાસ ત્રણ વર્ષના માસૂમ બાળકને લઈને ઘરેથી નીકળ્યો હતો. તેણે બાળકને રેલવે સ્ટેશન લઈ જવા માટે એક બાઈક ચાલક પાસે લિફ્ટ માંગી હતી. ફૂટેજમાં વિકાસ બાળકને લઈને બાઈક પર બેસતો પણ નજરે પડે છે. આ દ્રશ્યો પરથી સ્પષ્ટ થયું કે વિકાસ બાળકને લઈને શહેરની બહાર નીકળી રહ્યો હતો. પોલીસને એ પણ જાણવા મળ્યું કે, વિકાસ તેની માસી દુર્ગાવતી કુમારીનો મોબાઈલ પણ સાથે લઈ ગયો હતો, જેથી પોલીસે મોબાઈલ લોકેશનના આધારે તેની ભાળ મેળવવાની કવાયત હાથ ધરી છે. મોબાઈલ લોકેશન ટ્રેસ કરતાં પોલીસને જાણવા મળ્યું કે વિકાસનું લોકેશન નાસિક અને ત્યાર બાદ મુંબઈ તરફ જઈ રહ્યું હતું. આ દરમિયાન, મુંબઈના કુર્લા વિસ્તારમાં આવેલા લોકમાન્ય તિલક ટર્મિનસ પરથી ગોરખપુરથી મુંબઈ આવતી કુશીનગર એક્સપ્રેસ ટ્રેનમાં એક ત્રણ વર્ષના બાળકનો મૃતદેહ મળી આવતાં ચકચાર મચી ગઈ. ટ્રેનના એસી કોચના ટોયલેટના ડસ્ટબિનમાંથી આ મૃતદેહ મળી આવ્યો હતો. જીઆરપી અને ક્રાઈમ બ્રાન્ચની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. મૃતદેહની ઓળખ થતાં પોલીસ ચોંકી ઉઠી હતી. તે મૃતદેહ સુરતથી અપહરણ થયેલા ત્રણ વર્ષના આકાશ ઉર્ફે આરવનો હતો. મૃતદેહની સ્થિતિ જોઈને પોલીસ અને મેડિકલ ટીમે પણ ચોંકી ઉઠી હતી. બાળકની હત્યા અત્યંત ક્રૂરતાપૂર્વક કરાઈ હતી, જે દર્શાવે છે કે હત્યારાએ માસૂમ બાળક પર કોઈ જ દયા દાખવી ન હતી. હાલ પોલીસે ભાગી છુટેલા આરોપીને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *