સુરતમાં સર્જાયો દેશ ભક્તિનો માહોલ
ઉધના ઝોન બી દ્વારા 1 હજારથી વધુ તિરંગા વિતરણ કરાયા
આગામી 15મી ઓગષ્ટને લઈ સુરતમાં ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે ઉધના ઝોન બી દ્વારા એક હજારથી વધુ તિરંગા વિતરણ કરાયા હતાં.
આગામી 15મી ઓગષ્ટના તહેવારને લઈ શહેરમાં દેશભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે સુરતની ઉધના ઝોન બી દ્વારા હર ઘર તિરંગા અભિયાનની શરૂઆત કરાઈ હોય તેમ લાગી રહ્યુ છે. સુરત મહાનગર પાલિકાની ઉધના ઝોન બીના અધિકારીઓ દ્વારા પોતાના વિસ્તારમાં આશરે એક હજારથી વધુ તિરંગાનુ વિતરણ કર્યુ હતું. સચીન બજાર રોડ પર પાલિકાની ટીમ દ્વારા તિરંગાનુ વિતરણ કરાતા તિરંગા લેવા લોકો ઉમટ્યા હતાં.
