બારડોલીના હરિપુરા–કોસાડી મેજર બ્રિજનો એપ્રોચ રોડ ધોવાયો,
લોકાર્પણ પહેલાં જ વરસાદમાં ધોવાયો,
સુરત જિલ્લાના બારડોલી તાલુકામાં હરિપુરાથી કોસાડીને જોડતા નવા મેજર બ્રિજનું લોકાર્પણ થાય તે પહેલાં જ પ્રથમ ભારે વરસાદમાં બ્રિજનો એપ્રોચ રોડ ધોવાઈ જતાં વહીવટી તંત્ર દોડતું થયું
સુરત જિલ્લાના બારડોલી તાલુકામાં હરિપુરાથી કોસાડીને જોડતા નવા મેજર બ્રિજનું લોકાર્પણ થાય તે પહેલાં વરસાદના કારણે એપ્રોચ રોડનો એક ભાગ બેસી ગયો જોકે હાલ રસ્તો ખુલ્લો મૂકવામાં આવ્યો નથી અને કામગીરી ચાલુ છે. ઘટનાની જાણ થતાં સંબંધિત વિભાગના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સ્થળ પર દોડી આવ્યા હતા. હાલ એપ્રોચ રોડના રેક્ટિફિકેશનની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે તો બીજી તરફ મુખ્ય પુલ ઉપર કોઈ ક્ષતિ નહીં હોવાનું અધિકારીએ જણાવ્યું હતું. અધિકારીઓના જણાવ્યા મુજબ ભારે વરસાદના કારણે માત્ર એપ્રોચ રોડને નુકસાન થયું છે. મુખ્ય બ્રિજ સંપૂર્ણપણે સુરક્ષિત છે અને તેની માળખાકીય મજબૂતીને કોઈ અસર પહોંચી નથી. તેથી બ્રિજ અંગે ચિંતા કરવાની જરૂર નથી.
