સુરતમાં મારામારીનો આરોપી ઝડપાયો
પોલીસે ઈમરોઝ દાલ અન્સારીને ઝડપી પાડ્યો
સુરતની સચીન પોલીસની ટીમ તહેવારોને લઈ પેટ્રોલિંગમાં હતી ત્યારે છરી વડે ઈજા પહોંચાડી ભાગી છુટેલા આરોપીને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો હતો.
સુરત પોલીસ કમિશનરના આદેશને લઈ તહેવારો સમયે અસામાજિક તત્વોના આતંકને દુર કરવા માટે સુરત પોલીસ મેદાને છે ત્યારે સુરતની સચીન પોલીસે ગત 25 જુલાઈના રોજ ભાવેશ નામના યુવાન પર ચપ્પુ વડે હુમલો કરી ઈજા પહોંચાડી ભાગી છુટેલા આરોપી એવા ઈમરોઝ ઉર્ફે દાલ ચાવલ મજીદ અન્સારીને ઝડપી પાડ્યો હતો અને તેની ધરપકડ કરી તેની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ દરી હતી.
