સુરત : પર્વત પાટીયામાં અકસ્માતની ઘટના બની
કેળા ભરેલા ટ્રકના ચાલકે અકસ્માત સર્જ્યો હતો
અકસ્માત સર્જતા ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ
સુરતમાં અકસ્માતની વધી રહેલી ઘટનાઓ વચ્ચે પર્વત પાટીયા ખાતે કેળા ભરેલા ટ્રક ના ચાલકે અકસ્માત સર્જતા ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી.
સુરતમાં રોજેરોજ અકસ્માતના બનાવો સામે આવી રહ્યા છે. ત્યારે સુરતના પર્વત પાટીયા વિસ્તારમાં અકસ્માતની ઘટના બની હતી. સુરતના પર્વત પાટીયા વિસ્તારમાં કેળા ભરેલા ટ્રકના ચાલકે અકસ્માત સર્જ્યો હતો. જેને લઈ ભારે ટ્રાફિક જામ થયો હતો. તો બીજી તરફ અકસ્માતને લઈ હજારોનુ નુકશાન થયાની વાત સામે આવી છે.
