સુરત ઉધનામાં અસામાજિક તત્વોનો આતંક,

Featured Video Play Icon
Spread the love

સુરત ઉધનામાં અસામાજિક તત્વોનો આતંક,
લઘુશંકા મુદ્દે યુવાન પર ચપ્પુથી જીવલેણ હુમલો,
યુવાનને સારવાર માટે હોસ્પિટલે ખસેડાયો

સુરતમાં લઘુ શંકા કરવા જેવી બાબતે યુવાન પર જીવલેણ હુમલો કરાતા તેને સારવાર માટે હોસ્પિટલે ખસેડાયો હતો.

સુરતમાં ફરી અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો હતો. ઉધના વિસ્તારમાં લઘુ શંકા કરવા જેવી બાબતે દિનેશ ઉર્ફે બાબુ ગુલ્લા પર વાજિદ અને હુસૈન નામના ઈસમો દ્વારા ચપ્પુ વડે હુમલો કરાયો હતો. ઉધના પટેલ નગર વિસ્તારમાં મિત્રના ઘર નજીક લઘુશંકા કરતો હોય જેને લઈ દિનેશ સાથે ઝઘડો કરી ચપ્પુ વડે હુમલો કરાતા તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે ખસેડાયો હતો. હાલ તો બનાવને લઈ ઉધના પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *