સુરતની ઉમરા પોલીસે 12 હજારથી વધુનો ગાંજાનો જથ્થો ઝડપ્યો
ઉમરા પોલીસની સર્વેલન્સની ટીમે સફળ રેડ કરી
યુપીવાસી આદિત્ય ઉમેશ યાદવની ધરપકડ કરી
સુરતની ઉમરા પોલીસે નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન અંતર્ગત અધધ કહેવાય તેટલો 12 હજારથી વધુનો ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો હતો.
સુરત પોલીસ હાલ નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન ચલાવી રહી છે ત્યારે સુરતની ઉમરા પોલીસે અધધ ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે. સુરતની ઉમરા પોલીસ નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન ચલાવી રહી હતી ત્યારે ઉમરા પોલીસની સર્વેલન્સની ટીમે સફળ રેડ કરી હતી અને સીટીલાઈટમાં યુપી નગર પાછળ ખુલ્લી જગ્યામાંથી ગાંજાના અધધ 12 હજાર 300ની કિંમતના 246 ગ્રામ જથ્થા સાથે યુપીવાસી આદિત્ય ઉમેશ યાદવની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
